________________ આજ્ઞાભક્તિ અર્થ - જે શુદ્ધ ભાવથી મોક્ષ થાય છે તેવા ભાવ મારામાં નથી. વળી સર્વભાવ તારામાં પ્રશસ્તપણે અર્પણ થયા નથી, આથી કરીને દીનત્વ-લઘુતા કે નમ્રતા મારામાં નથી પ્રગટ થઈ. અને લઘુતાથી જે પ્રભુતા પમાય છે તે સાઘન નહીં હોવાથી, પરમસ્વરૂપ-તારું અચિંત્ય સ્વરૂપ કે પરમ પદ, લઘુતાના દ્વાર વિના પમાય નહીં. તેનું વર્ણન-કથન થાય તેવી યોગ્યતા પણ મારામાં નથી, તેથી તમને હું શી રીતે કહું? ભાવાર્થ - અશુભ, શુભ અને શુદ્ધ એ ત્રણ પ્રકારના ભાવ કે પરિણામ જીવના હોઈ શકે. અશુભ ભાવથી પાપ બંધાય, શુભ-પ્રશસ્ત રાગ એટલે સત્પરુષ, સલ્લાસ્ત્ર, સન્ધર્મ ઉપર રાગ તે પુણ્યનું કારણ છે તેથી પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, અને શુદ્ધભાવ તે સાચા ભાવ, સમ્મદર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયની ભાવના-પરિણામ તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. આ ત્રણ ભાવોમાંથી શુદ્ધભાવ તો મારામાં નથી જ, તેમ શુભ ભાવો પણ સંપૂર્ણપણે તને અર્પાયા નથી. તારામાં-તારા ગુણ કીર્તનમાં-તારા વચનમાં સર્વભાવ વર્તતા નથી. વળી પરમ દીનત્વની ઓછાઈ, આ લોકની અલ્પ પણ સુખેચ્છા અને પદાર્થનો અનર્ણય એ ત્રણ કારણો “માર્ગ પ્રાતિને રોકનાર છે, તેમાં માર્ગ પ્રાપ્તિનું પરમ સાધન પરમ દીનત્વ કે સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતાનું દાસત્વ તે મારામાં નથી અને તે થવાનું કારણ ‘સપુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિરૂપ પરમધર્મ” તે મારામાં નથી પ્રગટ્યો, તેથી જોગ્યતા મારામાં નથી આવી એટલે પરમસ્વરૂપ એવા પરમાત્મા વિષે હું શું કહી શકું? તેમ છતાં આજ્ઞાંકિત ગુણ હોય, આજ્ઞા આરાઘકપણું હોય તો યોગ્યતા આવે, તે જણાવતાં કહે છે - નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. 3 અર્થ - આસ-મોક્ષમાર્ગ માટે વિશ્વાસ રાખવા લાયક પુરુષ-ગુરુદેવની આજ્ઞા હૃદયમાં મેં અચળ કરી નથી, હજી ચંચળપણું આજ્ઞા ઉઠાવવામાં વિઘ્ન કરે છે. તેમજ આજ્ઞા કરનાર આત ભગવાનનો દ્રઢ વિશ્વાસ પણ નથી, સત્પરુષનું સાચું ઓળખાણ પણ પડ્યું નથી; તેથી સગાં, ઘન, લૌકિક સુખ આદિ ઉપર વિશ્વાસ રાખ્યો છે ત્યાં સુધી પરમાત્મા ઉપર દ્રઢ વિશ્વાસ આવી શક્તો નથી. “પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ.”–દેવચંદ્રજી. આમ સાચી ઓળખાણ વિના પરમ આદર, ભક્તિભાવ કે રુચિ ઉત્પન્ન પણ થઈ નથી તો આદરભાવ વિના ભક્તિ કેમ કરીને હું કરી શકું? ભાવાર્થ :- “કાળા ઘો કાળા તવો” આજ્ઞાને ઘર્મનું મૂળ, શાસ્ત્રમાં કહ્યું છે; પણ મારામાં તો આજ્ઞા ઉઠાવવા જેટલી યોગ્યતા પણ નથી. સંસાર પરિભ્રમણ કરાવનાર એવા કામઘંઘા અને વિષય કષાયની પ્રવૃત્તિમાં હું નિશ્ચળ વૃત્તિએ વર્તુ છું. તેમાંથી છૂટી બે ઘડી સંસારમળ નાશ થાય તેવી ભક્તિ વગેરે ઉદ્યમમાં વર્તવાનું મનમાં અચળપણું નથી આવતું. ઉલટું, આત પુરુષની આજ્ઞાએ વર્તતાં મન પોતાનો ચંચળ સ્વભાવ પ્રગટ કરે છે. સત્પરુષની આજ્ઞામાં 454