________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ મોક્ષની જ અભિલાષા રહે તેવી મારી દશા થઈ નથી; તો ઘર્મ હું કેવી રીતે પામું? આવાં અનંત કારણોને લઈને મારી અઘમ દશા છે તે કહે છે - . એમ અનંત પ્રકારથી સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ મુખ બતાવું શુંય? 13 અર્થ - આવાં અનંત કારણોને લઈને હું પરાધીન છું મારામાં હજી એકપણ આત્મગુણ પ્રગટ્યો નથી તો હે પ્રભુ, હું તને શું મોઢું દેખાડું? ભાવાર્થ - એટલે જેટલે અંશે આત્મગુણ પ્રગટે તેટલે તેટલે અંશે સસ્તુરુષ ઓળખાય, અને સત્ શ્રદ્ધા પણ તેટલી જ ગણાય. પણ મારામાં તો અનંત દોષો ભર્યા છે, તો હે પ્રભુ! મને તમારું દર્શન-શ્રદ્ધા ક્યાંથી અચળપણે પ્રાપ્ત થાય? અને તેવી યોગ્યતા પ્રાપ્ત કરવાનાં સાધનો ઉપર જણાવ્યાં તે ઉપરાંત, તે સાધનના પ્રકાર અનંત છે, પણ તે સર્વ સાઘનથી હું રહિત છું. મારાથી કોઈ સાઘન પ્રાપ્ત કરી શકાતું નથી, એવો હું પાપી છું, અનાથ છું અને આપ દયાની મૂર્તિ છો તે જણાવતાં કહે છે : કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અર્થ - હે આ ભગવાન! આપ તો દયારૂપી દેહમાં જ વસો છો; કેવળ દયામય જ છો, દીનના બંઘવ, સહાયક છો; અને હું તો પાપી છું. અનાથમાં અનાથ હું છું. હે પ્રભુ! તમારા સિવાય મારા તરફ કોઈ નજર પણ ન નાખે એવો પાપાત્મા અને રાંક હું છું. તેથી તમે મારો હાથ ઝાલીને આ સંસારરૂપી અંઘારા કૂવામાંથી મને ખેંચી લ્યો - મારો ઉદ્ધાર કરો. ભાવાર્થ - સત્પરુષોનો દેહ પોતાનું પ્રારબ્ધ પૂરું કરવા અને પરનું કલ્યાણ કરવા, એ હેતુએ ટકેલો છે. તેમ હે ભગવાન, મારા જેવા દુઃખીજનો સંસારનાં કારણ સેવી દુઃખની પરંપરા ખડધે જાય છે, તે જોઈ આપનું અંતઃકરણ દયાથી ઊભરાઈ જાય છે. તમે દયાની મૂર્તિ છો. રાગદ્વેષથી આત્માની ઘાત થાય છે, અને તે પ્રમાણે અમે અજ્ઞાની પ્રાણીઓ આત્મઘાતી છીએ; કસાઈ કરતાં પણ ભૂંડા છીએ. કારણ કસાઈ તો આ જ ભવમાં કોઈ પ્રાણીનો વધ કરે છે. પણ અમે તો એવાં વેર બાંધીએ છીએ, એવી માયામય પ્રીતિ કરીએ છીએ કે તે ભવોભવ ભટકતાં પણ તે ગાંઠ ભેદાવી મુશ્કેલ થઈ પડશે. આવી અમારી દશા જોઈ આપ રાગદ્વેષથી મુક્ત થઈ અમને મુક્ત કરવા કરુણા કરી બોઘ કરી રહ્યા છો. પરનું હિત એ જ આપનું કાર્ય છે. પણ અમે પાપી છીએ કે આપના તરફ અમે જરા આંખ ઊંચી કરીને નજર પણ નાખતા નથી. સંસારથી મુક્ત થવાનો અપૂર્વ જોગ પ્રાપ્ત થતાં-મનુષ્યભવ, ઉત્તમકુળ, સગુરુની પ્રત્યક્ષ વાણી આવો ઉત્તમ જોગ મળતાં પણ જે અવસર ચૂકે તે મૂરખ શિરોમણિ જ ગણાય, અથવા તેનાં ગાઢાં પાપ ફરીવળી સત્ ને સત્ ન સમજવા દે તે કેવી અનાથ દશા. કોઈને રોગ થયો હોય તો અમુક વખતે જાય, ઘન ગુમાવ્યું હોય તો ફરી કમાય છે કે વિદ્યા ભૂલી ગયો હોય તો ફરી અભ્યાસ 461