________________ આજ્ઞાભક્તિ કરી પ્રાપ્ત કરી લે, પણ જેણે પુરુષનો પ્રાપ્ત યોગ ગુમાવ્યો તે તો “અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી યશોવિજયજી. એને આ કાળમાં દુર્લભ વસ્તુ તે પ્રાપ્ત થઈ તે ફરી કયે ભવે પ્રાપ્ત થશે તે વિષે કહી શકાય નહીં. મારા જેવા પાપીને આટલું પણ નથી સૂઝતું તો પ્રભુ આપના યોગબળે જ મારો ઉદ્ધાર થશે એમ માની વિનંતી કરું છું કે મને સંસાર સાગરમાંથી બુડતો બચાવવા આપની કૃપાનજરરૂપી હાથ લંબાવી, બોઘ આપી સમ્યકત્વરૂપી આઘાર આપી મારો ઉદ્ધાર કરશો. સંસાર સાગર કેવો ત્રાસ ઉપજાવે તેવો છે તે જણાવતાં કહે છે : અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ-સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 અર્થ - આ અપાર સંસારસાગરમાં અનાદિકાળથી હું ગોથા ખાઉં છું. તો પણ તે સંસારનું સ્વરૂપ અને તેથી વિરક્ત એવા અસંસારી, મુક્ત ભગવાનનું મને ભાન થયું નહીં. કારણ કે તે આપમત-સ્વચ્છેદે સમજી શકાય તેવું નથી. સદ્ગુરુ કે સત્યના ઉપાસક એવા સંતપુરુષના ચરણમાં માથું મૂકી નિરભિમાનપણે તેમની સેવા-આજ્ઞા ઉઠાવી નથી; નહિ તો જેમ છે તેમ આજ સુધી સમજ્યા વિના રહે નહીં. ભાવાર્થ - અનંત કાળથી આ સંસારનો પાર પામવા હું આથડ્યા કરું છું પણ સંસાર સમુદ્ર અપાર છે. તેનો પાર સ્વભુજાએ તરીને પામવો દુર્લભ છે. આવા મહાન સાગરને જે રમત માત્રમાં તરી ગયા છે, ગાયની ખરીથી થયેલા ખાડાના ખાબોચિયાની પેઠે જે સંસાર ઓળંગી ગયા તે મહાવીર સુભટોમાંથી કોઈની મને ઓળખાણ પડી શકી નહીં. નહીં તો હું પણ તેમને આશરે વહાણમાં બેસી (ચઢીને) સમુદ્રને કિનારે પહોંચી જાય તેમ સંસાર તરી જાત. એવા તીર્થકર ભગવંતોના કાળમાં પણ હું હતો. છતાં મારાથી કાંઈ બન્યું નહીં. તેનો બોઘેલો સાચો માર્ગ પ્રરૂપનાર પ્રવર્તાવનાર સદ્ગુરુ આત ભગવાનની પણ ઉપાસના મારાથી બની નહીં. અથવા એ અવલંબને સાઘકપણે વર્તતા સંતપુરુષની આજ્ઞા પણ ઉઠાવી શક્યો નહીં, તેથી હજી આ લખ ચોરાશીમાં હું ભણું છું. અજ્ઞાનપણે સ્વચ્છેદે ઉદ્યમ કરવામાં તો બાકી નથી રાખી. તે જણાવતાં કહે સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામીયો, ઊગ્યો ન અંશ વિવેક. 16 અર્થ :- મેં સાઘન તો બહુ કર્યા હતાં પણ તેમાં એક ભૂલ રહી ગઈ; તે એ કે સંતની આજ્ઞાએ કે તેના આશ્રયે ઉદ્યમ કરવાને બદલે સ્વચ્છેદે દોડ કરી. તેથી સંસાર સાગરનો કિનારો પ્રાપ્ત થયો નહીં. અને સાચો માર્ગ જ હાથ ન આવ્યો, હિત અહિત જાણવા જેટલી વિવેક બુદ્ધિનો અંકુર સરખો ક્યારેય પ્રગટ્યો નહીં. ભાવાર્થ - “યમ, નિયમ, સંયમ આપ કીયો...તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” શ્રીમદ્ રાજચંદ્ર 462