________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ આવી આવી કઠણ કે દુઃસાધ્ય ગણાતી ક્રિયા કરવામાં મેં પાછી પાની હતી કરી નથી, પણ ક્યાંય મારું દિલ ઠર્યું નહીં, કારણ કે સાચો માર્ગ પ્રાપ્ત થયા વિના / શાંતિ પ્રાપ્ત થવી સંભવતી નથી. અને માર્ગના ભોમિયા વિના માર્ગ પ્રાપ્ત થાય છે તેવો નથી. તેથી ભોમિયા વિના સંસાર વનમાં હું માર્ગ શોધતાં શોધતાં કાંટા, પથરા, કાદવ, ને ઝેરી જનાવરોથી ભરપૂર ભયંકર સ્થળોમાં ભૂલો પડી આંઘળાની પેઠે રખડ્યો. માત્ર આશ્રય અને આનંદના ઘામ એવા પુરુષના કહ્યા પ્રમાણે મારાથી ન વર્તાયું એ જ મોટી ભૂલ થઈ હતી. તે ભૂલનું પરિણામ શું આવ્યું તે કહે છે : સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય. 17 અર્થ :- અજ્ઞાન દશામાં, છુટવા માટે કરેલા ઉદ્યમ નકામા ગયા. એટલું જ નહિ પણ તે બંઘનરૂપ નીવડ્યા; અવળો વળ ઉકેલ્યા પછી જ જેમ દોરી પાંસરી રીતે ભાગી શકાય છે, તેમ તે પ્રયત્નો વિધ્વરૂપ નીવડ્યા. પાંશરે માર્ગ આવતાં પહેલાં તે બંધન ઉકેલવા સિવાય બીજો કોઈ ઉપાય હવે નથી. અને સતસાઘન-આત્મસાઘનનું ઓળખાણ ન થયું ત્યાં સુધી બંઘન થયા જ કરે છે. તેવી દશા થયા વિના બંઘ કેમ અટકે? અથવા જૂના બંઘન-ખોટી માન્યતાઓ, કદાગ્રહો દૂર કરવામાં પુરુષના બોઘની જરૂર છે તે સમજાયા વિના તે આગ્રહો સ્વચ્છેદે કેવી રીતે દૂર થાય? ભાવાર્થ - જે જે સાઘન બંઘનરૂપ નીવડ્યાં છે તે હૃદયમાં ઘર કરી બેઠાં છે તેમને દૂર કરવાની મારામાં કોઈ રીતે શક્તિ દેખાતી નથી. હે પ્રભુ, હવે તે જડ ઘાલી બેઠેલી અવળી સમજ દૂર કરવાનો કોઈ ઉપાય સૂઝતો નથી. સાચાં સાઘન શાં, તેની મને સમજ નથી. અને અત્યાર સુધીનાં સાધન અશાંતિ ઉત્પન્ન કરનારાં નીવડ્યાં, તો હે પ્રભુ, આ બંઘન હવે શું ટળે? તેની ખરા દિલની આ ઝૂરણા જાણી, કંઈક માર્ગ પ્રાપ્તિનો ઉપાય સૂઝે તેમ જણાવે છે - પ્રભુ, પ્રભુ, લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? 18 અર્થ - સંસાર ઉપર વૈરાગ્ય - ઉદાસીનતા આવવાથી પ્રભુની શોઘ માટે જીવ પ્રયત્ન કરે છે. અને એક પ્રભુની જ લય જો લાગે અને સદગુરુની શોધ કરી તેના ચરણની ઉપાસના કરે તથા પોતાના દોષ જોઈ દોષને ટાળવાનો ઉદ્યમ કરે તો સંસાર તરવાનો માર્ગ મળે. પણ હે પ્રભુ, મને તો તેવી પ્રભુ માટે લય પણ લાગી નથી અને સદ્ગુરુને નમસ્કાર કરવા જેટલું કે ચરણકમળમાં પડી રહેવા જેટલું પણ સદભાગ્ય મને પ્રાપ્ત થયું નહીં, તેમ બીજાના દોષ દેખવા આડે મારા દોષ દેખવાની મને નવરાશ પણ મળતી નથી, તો મારા જેવા અઘમ માટે તો સંસાર તરવાનો કોઈ રસ્તો ઘટતો નથી એમ જણાવતાં ઉત્તર મળે છે કે પોતે અઘમ છે એમ જેને નિશ્ચય વર્તે છે તે માણસમાં દુઃખથી મુક્ત થવા અથાગ શ્રમની મારે જરૂર છે એવું ભાન પણ અવ્યક્તપણે રહ્યું છે; તે તેને સાચો માર્ગ મળતાં બળ આપે છે તે વિષે જણાવે છે - 463