________________ આજ્ઞાભક્તિ અઘમાઘમ અથિકો પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય? 19 અર્થ - આખી દુનિયાના અઘમ માણસોનું પ્રદર્શન કર્યું હોય તેમાં સર્વોપરી સ્થાન મને મળે એટલી બધી અઘમતા મારામાં છે; હું પાપીઓમાં મહાપાપી છું. એવો નિશ્ચય આવ્યા વિના મોક્ષમાર્ગનું સાધન બની શકે તેમ નથી. અને જો એવો નિશ્ચય વર્તે નહીં તો મોક્ષ માટે સાધન ન થાય અને સાઘન ન થાય તો મોક્ષ પણ કેમ પ્રાપ્ત થાય? ભાવાર્થ :- જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસત્વ બુદ્ધિ આવ્યા વિના પરમદીનતા આવતી નથી. અને તે વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ નથી. અને જો દાસત્વ બુદ્ધિ આવે તો પોતે જેનો દાસ મનાયો તેના કરતાં હલકો જ મનાવો જોઈએ. સકળ જગતને પરમાત્મામય જોનાર સર્વના શિષ્ય થઈને વર્તે છે. તેના ભાવ ભક્ત કે દાસ તરીકે વર્તવાના નિશ્ચયવાળા જ હોય છે. તેને જગતના કોઈ પણ પ્રાણી પ્રત્યે વેર બુદ્ધિ હોય જ નહીં અને હોય તો તેટલી પરમાત્મપદની અશાતના અને પોતાના આત્માની ઘાત કરવા બરાબર છે. પોતે અઘમમાં અઘમ હોય અને ઉત્તમમાં ઉત્તમપદ પ્રાપ્ત કરવું હોય તો કેટલા બધા પુરુષાર્થની જરૂર પડે? તેમ મોક્ષને માટે નિરંતર પુરુષાર્થની જરૂર છે. અને કોઈ મહાપુરુષાર્થશીલના સંગ વિના સાચો પુરુષાર્થ સમજાય તેમ નથી માટે છેવટે ભગવાન પાસે તેવા મોક્ષ સાઘક મહાપુરુષાર્થી સદ્ગુરુ અને સંતના યોગની માગણી પ્રભુ પાસે મુમુક્ષુ કરે છે : પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દેજ. 20 અર્થ - હે ભગવાન તારા ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને એટલી જ માગણી હું કરું છું કે મને સદ્ગુરુ અને સંતનો યોગ પ્રાપ્ત થાઓ, અને તે ભગવાનરૂપ જ છે એવી પરમેશ્વર બુદ્ધિ તેમને માટે મારામાં અચળપણે પ્રગટ થાઓ. ભાવાર્થ - “સત્પરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમઘર્મ કહ્યો છે.” (વ.પત્રાંક 254) આ પરમઘર્મ મને પ્રાપ્ત થાઓ એટલે છેવટે પ્રભુને વારંવાર પગે લાગીને મુમુક્ષુ માગી લે છે. કારણ કે સદેવ, સગુરુ અને સઘર્મ આ ત્રણ ઉપર સભ્યશ્રદ્ધા આવવી મોક્ષમાર્ગનું અંગ છે, તારરૂપ છે અને સદૈવ તથા સદ્ઘર્મની ઓળખાણ સદ્ગુરુ દ્વારા થાય છે. તેથી તે ત્રણે એક સદ્ગમાં સમાવેશ પામે છે. આ રીતે ટૂંકામાં સદ્ગુરુ, સંતની માગણીમાં સમ્યગ્દર્શનની માગણી મુમુક્ષુએ કરી છે. (પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કરેલ આ અર્થ તેમની હસ્તલિખિત ડાયરી નં. 6 માંથી ઉતારેલ છે.) 464