________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ સદ્ગુરુભક્તિરહસ્ય (ભક્તિના વીશ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 1 અર્થ - “હે સર્વજ્ઞાનાદિ ગુણના સ્વામી, હે પરમાત્મા! આપની અપાર અનંત શક્તિનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી, તો હું પામર પ્રાણી શું કહી શકું એમ છું? દીન એટલે અહંકાર કરવા જેવું જેની પાસે કાંઈ નથી અને જેને કોઈનો આશરો પણ નથી એવા મારા જેવા અનાથ - - એકલા ઉપર દયા કરનાર હે દયાળુ દેવ! ત્રિવિધ તાપે તપતા આ ક્લેશરૂપ સંસારમાં અનાદિકાળથી ભમતા જીવો કેમ કરીને મોક્ષમાર્ગ પામી મુક્ત થાય? એવી ભાવદયા જેના હૃદયમાં નિરંતર વર્તી રહી છે એવા હે પરમકૃપાળુદેવ આપનું નિરંતર મને ધ્યાન રહો. હે કરુણાવંત દયાળુદેવ! ક્યાં આપ અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિના ઘણી અને ક્યાં આપને યાદ કરનાર આ અનંત દોષને સંઘરનાર એવો અનંત દોષનું ભાજન આ જીવ! હુંપણું અને મારાપણું જ કર્યા કરે છે. જે અનંતદોષનું મૂળ છે. એ અહંભાવ અને મમત્વભાવને ટાળવા જ જ્ઞાનીપુરુષો ઉપદેશ દે છે. 1aaaa શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ? પારા અર્થ - જે પરમાત્મભાવમાં રહેવાથી જીવને કર્મ ન બંઘાય તેવા શુદ્ધ ભાવ મારામાં નથી અને જગત આત્મરૂપ જોવામાં આવે તો રાગદ્વેષ ટળી પરમાનંદ પ્રાપ્ત થાય. પણ તેવી રીતે સર્વને તુજ પરમાત્મરૂપ જોવાનું હું શીખ્યો નથી. તેમજ હું સર્વથી હલકો છું, મારામાં કંઈ માલ નથી એવા ભાવ પણ આવ્યા નથી; તો આખા જગતનો દાસ થઈ સર્વ પાસેથી મારે શીખવા યોગ્ય જે જે છે તે હું કેવી રીતે જાણી શકું? અને એ જાણ્યા સિવાય તારું પરમસ્વરૂપ છે તે હું શી રીતે કહી શકું? હરિભજન થકી છોટા હોય તે મોટા થાય છે. પણ જે છોટો થઈ શક્યો નથી તેને મોટાઈનો માર્ગ કેવી રીતે મળે? લધુતા એટલે જેની જેટલી સમજ તેટલી નમ્રતા અથવા સમજ્યા તે સમાયા. આગ્રહ, અહંકાર મુકાય ત્યાં લઘુતા અને દીનતા સાચી પ્રગટે અને તે પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થયે પ્રગટે છે. તેનું માહાસ્ય સમજાયે પોતાની લઘુતા, પોતાની ઊણપ લક્ષમાં આવે છે અને અભિમાન ગળી જાય છે. તે એટલા સુધી કે સર્વ પ્રાણી માત્રના દાસ તરીકે પોતાને ગણે છે. આત્મા સિવાય સર્વ વસ્તુ તુચ્છ લાગે અને તે તુચ્છ, પુદ્ગલિક વસ્તુનો મોહ કે ગર્વ ન રહે ત્યારે જ સામટી નમ્રતા, લઘુતા, દીનતા પ્રગટે. પણ તે મારામાં નથી તેથી હું પરમાત્મસ્વરૂપને કેમ વર્ણવી શકું ? ગારા 465