________________ આજ્ઞાભક્તિ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ ને પરમાદર નાહીં. રૂા. અર્થ - હે પ્રભુ! આપની આજ્ઞા તો નીતિ પ્રમાણે વર્તી સત્વશીલ પાળી, રાગદ્વેષ દૂર કરવાની છે. વળી બાહ્યભાવ દૂર કરી આત્મભાવના ભાવવારૂપ સદ્ગુરુદેવની આજ્ઞા છે તેમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી. ઘડીએ ઘડીએ, ક્ષણે ક્ષણે બાહ્ય ઇન્દ્રિયોના વિકારોને વશ થઈ પરવસ્તુમાં પ્રવર્તે છે. તેમજ આપના ઉપર એવો દ્રઢ વિશ્વાસ પણ મને આવ્યો નથી કે જેથી મનમાં એમ રહ્યા કરે કે હવે મારે શી ફિકર છે? પરમાત્મા જેવો મારે માથે ઘણી છે તો વહેલે મોડે પણ મારી સંભાળ તે લેશે અને એવો દ્રઢ વિશ્વાસ આવે તો બીજી વસ્તુઓ ઉપરથી વિશ્વાસ ઊઠી જાય. તેણે જે વસ્તુને મહત્ત્વ આપ્યું હોય તે જ ગમે, તેનો ભાવ જ બદલાઈ જાય. સંસાર ઉપરથી અને સંસારી લોકો જેને સારું માનતા હોય તે ઉપરથી મન ફરીને જેને માટે પરમગુરુ આપણને ઉપદેશ આપે છે તે જ રુચે. તેના પ્રત્યે બહુમાનપણું - પરમાદર પ્રગટ થાય. જેટલો સપુરુષ ઉપર દ્રઢ વિશ્વાસ તેટલું તેના પ્રત્યે, તેના વચન પ્રત્યે પરમ આદર કે બહુમાનપણું હોય. મોક્ષમાર્ગ બતાવનાર આપ છો અને મારે મોક્ષમાર્ગ જ જોઈએ છે, બીજું નથી જોઈતું એવું દ્રઢ થયે તે માર્ગદર્શક સપુરુષ પ્રત્યે દ્રઢ વિશ્વાસ ઊપજે. પણ મારામાં તેવો વૈરાગ્ય અને મુમુક્ષુતારૂપ યોગ્યતા નથી; તેથી આપના ઉપર દ્રઢ વિશ્વાસ અને પરમાદર (પરમ આદર) ભાવ પ્રગટતા નથી, તો તેનો શો ઉપાય? 3. જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 અર્થ - આપના ઉપર દ્રઢ વિશ્વાસ કે ક્ષાયિક સમ્યત્વ પ્રગટ થવાનું મૂળ કારણ સત્સંગ અને સત્ સેવા છે. તેથી કેવળ અર્પણતા એટલે આત્મ સમર્પણ અથવા અનન્ય આશ્રયભાવ આવે છે. સત્સંગ એટલે સસ્વરૂપ આત્માને અર્થે જ સમાગમ અથવા સરૂપ સત્પરુષનો સંગ કે સમાગમ. જેથી સત્ એવા આત્માની પ્રાપ્તિ થાય છે. અથવા સત્નો રંગ લગાડે, સમ્યદ્રષ્ટિ કે આત્મભાવની રુચી પ્રગટાવે તે સત્સંગ છે. એવા સત્સંગથી સસેવા સમજાય છે. સસેવા એટલે આત્માનું સેવન કરવું અર્થાત્ તેની ભાવના કરવી. અથવા સત્ સેવા એટલે આત્માને અર્થે સેવા, પુરુષાર્થ, લઘુતા સહિત શિષ્યભાવે આજ્ઞાંકિતપણે ઉત્તમ ભાવમાં વર્તવું એટલે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તે. એવા સત્સંગ અને સત્સવાની એ બન્નેની જોગવાઈ મને દુર્લભ થઈ પડી છે. બન્ને મને પ્રાપ્ત થાય તેટલું સદ્ભાગ્ય કે જોગવાઈ મને મળ્યાં નથી. તેમજ તે પ્રાપ્ત કરવા સર્વસ્વનો ત્યાગ કરી હું તન્મયપણે તે ભાવમાં જ લીન થયો નથી. બાહ્યભાવ તજી અંતર્ધાત્માથી પરમાત્માને ભજવારૂપ આત્મસમર્પણનો દાવ મારા ભાગ્યમાં આવ્યો 466