________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ નહીં; તેમજ તે પ્રાપ્ત કરવાનો અનુયોગ એટલે પ્રકાર જે પુરુષનો અનન્ય / આશ્રય એટલે તેનું અવલંબન, સપુરુષ તેની વાણી, અને તેના આશયનો આધાર તે મને પ્રાપ્ત થયા નથી. જા હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છે. આપણા અર્થ - ઉપર કહ્યા પ્રમાણે હું સર્વ સાઘન રહિત પામર પ્રાણી છું. છતાં મને મારી રંક દશાનું ભાન નથી. કર્મને આધીન હું, મદારીને આધીન જેમ માંકડો નાચે તેમ પરવશપણે પરિભ્રમણ કર્યા કરું છું. એવો પામર હું શું કરવા સમર્થ છું? એટલો પણ વિવેક એટલે યથાર્થ હિત-અહિતનો વિચાર મને નથી. સર્વ શક્તિમાન પરમાત્મા અને કર્માધીન એવો હું રાંક બહિરાત્મા તેને જુદા જુદા ઓળખવારૂપ વિવેક; તે મારામાં નથી. તેમજ મરણપર્યત આપના ચરણનું શરણ રાખવાનું પણ મને ભાન નથી. જો સત્પરુષના ચરણનું શરણ અને ઉપાસના આટલા ભવમાં મરણ સુધી ટકી રહે તો તે સત્પરુષની દશાને પ્રાપ્ત થઈ સમાધિમરણ કરે. પણ તેવો શરણભાવ પણ મને આવ્યો નથી. શરણ એટલે આઘાર, આશરો, અવલંબન. પોતાની શક્તિબળે સર્વ તજી દે અને પરમપદની મહત્તા સમજાય તો વિવેકજ્ઞાન અથવા ભેદજ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અથવા સપુરુષના અવલંબને નિરાભિમાનીપણે વર્તી સ્વચ્છંદ રોકે તો આત્મજ્ઞાન અને મોક્ષ મળે છે. પાા અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. આવા અર્થ - પરમપદ કેટલું ઉત્કૃષ્ટ ઉત્તમ છે એની કલ્પના પણ થઈ શકે તેમ નથી, અચિંત્ય છે. પણ તેનું માહાસ્ય એટલે મહત્તા, મહિમા જે મોટા પુરુષો ગાઈ ગયા છે, તેટલું પણ ભાવપૂર્વક જો આ જીવ વિચારે, પ્રતીત કરે તો પરમ આનંદ અને ચિત્તની પ્રસન્નતા પામે અને હર્ષથી દિલ ઊભરાઈ જાય; પણ તે પરમપદ માટે રુચિ, પ્રેમ કે સ્નેહ લગાર પણ મારા હૃદયમાં પ્રગટ થયો નથી. તેમજ તે પરમપદ પ્રાપ્ત કરવાની ભાવના જાગવા માટે જે યોગ્યતા જોઈએ જેમકે વિશાળબુદ્ધિ, મધ્યસ્થપણું, સરળતા અને ઇન્દ્રિયોનો જય; તે રૂપ પ્રભાવ પણ મારામાં નથી. અર્થાત્ એવા પ્રફુલ્લિત ભાવવાળી પરાભક્તિ મારામાં નથી. તેમજ સ્નેહ-પ્રેમ સ્વરૂપ આત્માનો અંશ જે શ્રદ્ધારૂપ સમ્યકત્વ તે પણ મારામાં નથી, તે પામવા માટે જેટલો પ્રભાવ એટલે પુણ્યની સામગ્રી તથા બઘી જોગવાઈ જોઈએ તે પણ મને મળી નથી. IIકા અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. llણી અર્થ - અચળ એટલે નિત્ય સ્વરૂપે જે આત્મદ્રવ્ય છે તે પ્રત્યે આસક્તિ એટલે દ્રઢ પ્રેમ, 467