________________ આજ્ઞાભક્તિ / \ રુચિ. શ્રદ્ધા રુચિ, શ્રદ્ધા, નિશ્ચય તે આત્મતત્ત્વના સ્વરૂપમાં મને નથી. મૂળ આત્મસ્વરૂપને અચળરૂપે વળગી રહેવા જેટલું વીર્ય અને સ્થિરતા તથા પુરુષાર્થ પણ મારામાં નથી. મૂળ વસ્તુના વિચાર વિના એક ક્ષણ પણ આ કાળમાં રહેવું યોગ્ય નથી, છતાં તે વસ્તુ સ્વરૂપ પ્રમાદ આદિ દોષોને લઈને ભૂલી જવાય છે. તેથી તેનો વિરહ પડે છે, વિસ્મૃત થઈ જવાય છે, ભૂલાવો થઈ જાય છે. તેમ છતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને જેમ પોતાની ભૂલ સમજાતાં તેનો ત્યાગ કરી પશ્ચાત્તાપ વડે તેઓ વિશેષ પુરુષાર્થમાં પડ્યા, તેવી રીતે મારાથી થતું નથી. વિરહનું દુઃખ થવું જોઈએ. વિરહનો પશ્ચાત્તાપ (પસ્તાવો) થવો જોઈએ તે પણ મને થતો નથી. તેવી તીવ્રતા કે તેવો ભાવ આવવા માટે તારા ઉપર પ્રેમ રાખનાર ભક્તોની કથા પણ તેવા ભાવ પ્રગટ કરવા સમર્થ છે. અર્થાતુ તારી કથા પ્રેમ ઉત્પન્ન કરી શકે પણ તે પ્રાપ્ત થવી આ કાળમાં દુર્લભ થઈ પડી છે. અને તે પરમાત્મપદ પ્રાપ્ત કરવાની સત્પરુષોને કેવી લગની લાગી હતી. કેટલા પ્રેમપૂર્વક પુરુષાર્થ તે કરતા હતા, તે કથા સાંભળવાનો જોગ પણ અલ્પ થઈ પડ્યો છે. એટલે કે મોક્ષપંથની કથા સાંભળવાનું પણ બનતું નથી. તેનો પણ પરિતાપ એટલે ખેદ કે પશ્ચાત્તાપ થતો નથી તો હે પ્રભુ! મને શાંતિનો માર્ગ કેમ મળશે? આ પ્રકારે તત્ત્વનું સ્વરૂપ જાણી તેના આઘારે પોતાનું વર્ણન રાખવું અને તે પ્રમાણે ન વર્તાય તેટલો પશ્ચાત્તાપ, ખેદ રાખી આત્મજ્ઞાનને વિસારવું નહીં પણ વળગી રહેવું, તે રૂપ જ્ઞાનમાર્ગ છે. જેમ વાંદરીનું બચ્ચું તેની માતાને પ્રયત્નપૂર્વક વળગી રહેવાથી અહીં-તહીં બધે ફરે છે. તેમ ભક્તિમાર્ગમાં તે આત્મજ્ઞાન પામેલા પુરુષોની શોઘ કરી, તેનો નિર્ણય કરી, તેનું શરણ લઈ તેની આજ્ઞામાં નિઃશંકપણે વળગી રહેવું, બિલાડીનું બચ્ચું જ્યાં પડ્યું હોય ત્યાં પડ્યું રહે છે, પણ મારી મા મારી સંભાળ લેશે એવા ભાવે રહેવાથી તેને મુખમાં ઘાલીને તે બિલાડી જાય છે. તેમ સપુરુષનું શરણ ગ્રહણ કરી રહેવારૂપ ભક્તિમાર્ગ આ કાળમાં ઉત્તમ છે. શા. પણ તે ભક્તિમાર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ મને થઈ પડી છે. તે જણાવવા હવે ગાથા કહે છે - ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન ઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. દ્રાક્ષ અર્થ - ઉપર પ્રમાણે ભક્તિમાર્ગ સુગમ છતાં તેમાં પ્રવેશ પામવો દુર્લભ છે. “જે ભક્તિથી સફુરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોઘ થાય.” એવી જે ભક્તિ તે પ્રાપ્ત થવા અર્થે કોઈ એક સપુરુષને શોથી તેના ઉપર અનન્ય પ્રેમ રાખી, તેના વચનમાં, તેના ગુણોમાં, તલ્લીન બની તેને જે પ્રસન્ન કરવામાં આ ભવ ગાળવો. તેટલી યોગ્યતા કે પુરુષાર્થ પણ મારામાં નથી આવ્યા. તેમજ ભજન ભક્તિને પોષનાર પુરુષના ગુણ, કીર્તન, કથા, સત્સંગ, પ્રેમપૂર્વક જે કાલાવાલારૂપ પ્રાર્થના વગેરે 468