________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ સરુષ પ્રત્યે ભાવ કરનારના પ્રયત્નો તે કેવા હોવા જોઈએ? તેનું પણ મને / ભાન નથી, સમજાયા નથી. તેમજ નિજ ઘર્મ એટલે આત્મ ઘર્મ ને તે હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? વગેરે પ્રશ્નોના સમાધાન માટે (1) વસ્તુ સ્વભાવરૂપ ઘર્મ છે અથવા (2) સમ્યત્વ સહિત ક્ષમા આદિ દશ લક્ષણરૂપ યતિ ઘર્મ છે તથા (3) આત્મપરિણામની વિશુદ્ધિઅર્થે કામ ક્રોઘાદિ કષાયથી થતી આત્માની વિભાવરૂપે પરિણતિને ટાળવારૂપ અહિંસા ઘર્મ છે કે (4) સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્રચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ, એ ઘર્મ છે; પણ તેની મને હજી સમજ આવી નથી. અને તે ચાર પ્રકારે ઘર્મનું સ્વરૂપ સમજવા યોગ્ય જે સત્પરુષના ચરણ સમીપનો નિવાસ કે સત્સંગ છે તે રૂપ શુભ દેશમાં રહેવાનું હજુ મારાથી બનતું નથી. દા. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. મેલા અર્થ :- કળિકાળમાં જન્મ થયો છે તેથી અલ્પ આયુષ્ય, શરીરનો નિર્બળ બાંધો, અસત્સંગની બહુલતા, સપુરુષો અને તીર્થંકરાદિ અતિશયથારી પુરુષોનું દુર્લભપણું અને ઘર્મ સમજવાની અને સાઘવાની પ્રતિકૂળતાઓથી જીવ ઘેરાયેલો છે. તો પણ સંસારને અલ્પ કરે, મર્યાદિત કરે, ટૂંકો કરે અમુક મુદતનો એટલે અવઘિવાળો કરે એવો ઘર્મ જે સમ્યક્દર્શનરૂપી ઘર્મ, તેની પ્રાપ્તિ આવા દુષમકાળમાં પણ થઈ શકે છે. તેમ છતાં મને તે પ્રાપ્તિ થઈ નથી. આ ભવે મોક્ષ પ્રાપ્ત કરાય તેટલી યોગ્યતા, આ કળિકાળને લઈને પ્રાપ્ત નથી થઈ તો પણ સમકિત જે હાલ પામી શકાય એમ છે, તે પણ મેં પ્રાપ્ત કર્યું નહીં. તેમ છતાં હે પ્રભુ! મને તેનો ખેદ કે આકુળ-વ્યાકુળતા કે ઘર્મ પ્રાપ્ત કરવાની તાલાવેલી થતી નથી. એ મારાં ભારે કર્મની નિશાની છે. એવાં મારા ભારે કર્મ આપ જોઈ જ રહ્યા છો. શા સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ના અર્થ - ઘર્મનું સ્વરૂપ સમજ્યા પછી તેની રુચિ, શ્રદ્ધા થયા પછી પણ તેનું સેવન એટલે આચરણ કરવામાં એ ચાર બંઘન–લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ સંબંધી બંધન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પવિકલ્પરૂપ બંઘન આડે આવે છે. સેવાને પ્રતિકૂળ છે છતાં તેને હું તજી શકતો નથી, કોરે કરી શકતો નથી. વીર્ય ઉપર આવરણ કે અંતરાય હોવાથી દેહ અને ઇન્દ્રિયોનો સંયમ કરી ઘર્મમાં જ તેને પ્રવર્તવાની ઇચ્છા છતાં, ને ઘર્મ માર્ગમાં સમતા, સહનશીલતા, ક્ષમા આદિ ઘર્મમાં સ્થિર થવાને ઇચ્છતો છતાં તેને બદલે બાહ્ય લાલચોમાં રાગ કરે છે, તેમાં પડી જાય છે. ઘર્મ સમજવાથી થયેલી શ્રદ્ધાનું પણ કહ્યું માનતો નથી. અનાદિ દેહાધ્યાસને લઈને બાહ્ય વસ્તુઓ પ્રત્યે ઇષ્ટ 469