________________ આજ્ઞાભક્તિ અનિષ્ટપણું કરે છે. અને તેથી ઘર્મનું આચરણ, ઘર્મ સમજ્યા પછી પણ થતું નથી; કારણ કે પૂર્વે બાંધેલા કર્મનું જોર વધારે હોવાથી જીવ કર્મને વશ વર્તે છે. બાહ્ય પદાર્થો પર રાગાદિ પરિણામ રહ્યા કરે છે. (10) તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં, નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. 11 અર્થ - હે ભગવાન! તમારા શુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે, એ વિયોગ મને કેમ રહે છે? અને નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપનો લક્ષ કેમ રહેતો નથી. અથવા તારો વિયોગ મને વારંવાર સાંભરી આવવો જોઈએ, તેને માટે ઝૂરણા થવી જોઈએ પણ તેવી કોઈ લગની–લય હજી મને લાગી નથી. હજી પર વસ્તુની વાતોમાં જીવ રાજી થાય છે અને પરપદાર્થો જોવાથી તેમાં દ્રષ્ટિ તણાઈ જાય છે. પણ તારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના જ ગુણગ્રામ કરવામાં અને તેની કથા વગેરે વચનોનું શ્રવણ કરવામાં વૃત્તિને હું રોકી શકું તો તે વચનનો સંયમ થયો ગણાય. તેમજ આત્મા સંબંઘી બોલવાની, પૂછવાની, સાંભળવાની ભાવના નિરંતર રાખવી ઘટે છે, તે રહે અને “જ્યાં જ્યાં નરજ મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” અથવા જગત આત્મારૂપ જોવામાં આવે એવી દ્રષ્ટિ હોવી જોઈએ, તેને બદલે જગતને પર્યાય દૃષ્ટિથી જોતાં રાગદ્વેષરૂપ પરિણામ વિકાર રહ્યા કરે છે. તે નયન એટલે ચક્ષુ ઇન્દ્રિયના સંયમનો અભાવ છે. એ દોષો દૂર કરવા સત્સંગ અને સ બોઘની જરૂર છે. પણ અનભક્ત એટલે ભગવાન પ્રત્યે ભક્તિ નથી એવા અસત્સંગથી હું ઉદાસ થયો નથી, કુસંગનો કંટાળો આવ્યો નથી; તેમજ રાગદ્વેષના કારણે ગૃહકુટુંબાદિ પ્રત્યે પણ આસક્તિ મટી મને ઉદાસીનતા આવી નથી. 11. અહંભાવથી રહિત નહિ, સ્વઘર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. ૧રા અર્થ - અહંનામરૂપ બળ, વિદ્યા, દેહાદિમાં હું પણું થઈ રહ્યું છે. દેહાદિમાં અહંભાવ, મમત્વભાવ થઈ રહ્યો છે. પણ તેથી આત્મા ભિન્ન છે, એમ જાણવારૂપ, માનવારૂપ સ્વઆત્મઘર્મ તેનો દ્રઢ અભ્યાસ કરી મૂકવો ઘટે છે. તે એટલા સુઘી કે ઊંઘમાં કે સ્વપ્નમાં પણ દેહ તે હું, એમ ન થઈ જાય. આવા અભ્યાસરૂપ સ્વધર્મનો સંચય મારાથી થયો નથી. અન્ય ઘર્મ એટલે પરને પોતાનાં માનવારૂપ અથવા કુઘર્મ કે કહેવાતા ઘર્મ, તેનાથી પાછો ફર્યો નથી. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એત્વતા હો દાખી ગુણ ગેહ.” મલ એટલે કષાય આદિ, તેથી રહિત થઈને પર એટલે બાહ્ય વસ્તુ પરની પ્રીતિરૂપ અન્ય ઘર્મનો મેં ત્યાગ પણ કર્યો નથી. 12aa 470