________________ “ભક્તિના વીસ દોહરા'ના અર્થ ય? I1all 2 એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શુંય? 13 અર્થ - ઉપર ગણાવ્યા તેવા અનંત પ્રકારે મારી નિર્બળતા એટલે સાઘન રહિત અવસ્થા છે. અને એક સગુણ પણ મારામાં નથી તો હે પ્રભુ! આપની સન્મુખ હું શું મુખ બતાવું? શું મોં લઈને આવું? કોઈપણ પ્રકારની યોગ્યતા મારામાં નથી. કોઈપણ ઘર્મ પ્રાપ્તિનાં સાઘન મારાથી બનતાં નથી તેથી મને ઘણી શરમ આવે છે. હું અપાત્ર અને દયા લાવવા જેવો છું. સર્વ ગુણોને સદ્ગણ નામ આપનાર એવો સમ્યત્વ નામનો જે આત્માનો ગુણ છે તેની પ્રાપ્તિના કોઈ સાધન હે પ્રભુ! મારાથી બની શક્યા નથી. 13 કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અર્થ - હે પ્રભુ! હું આવો અપાત્ર છું, અને તમે તો કેવળ આત્મસ્વરૂપ, કરુણા એટલે દયાની મૂર્તિ જ છો. અને દીનબંધુ એટલે મારા જેવા રંકના રક્ષક છો. દીનાનાથ એટલે અનાથના નાથ છો. અને હું તો પાપી છું. પરમ અનાથ એટલે આપ વિના કોઈ મારું આ જગતમાં નથી એવો આઘાર વગરનો અશરણ છું. તેથી હે પ્રભુજી, હું આપને વિનંતી કરું છું કે મારો હાથ પકડી મારી આ અઘમ દશામાંથી મને બહાર કાઢો. સદ્ગોઘરૂપી પરમ આઘાર આપી મને અજ્ઞાનરૂપી અંઘારા કૂવામાંથી બહાર કાઢો, મારો ઉદ્ધાર કરો. તે મને પ્રાપ્ત કરવાનાં સાઘનનું અવલંબન ગ્રહણ કરવાની મારી અશક્તિ દેખી આપ પરમાત્મા મારો ઉદ્ધાર થાય તેવી કોઈ શક્તિ પ્રગટાવો કે જેથી હું આ દશા તજી ઉત્તમ દશા પ્રાપ્ત કરું. ./14 અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 અર્થ :- સહજાત્મસ્વરૂપી ભગવાનનું ભાન નહિ થવાથી હું અનંતકાળ સુધી આ અનંત દુઃખરૂપી સંસારમાં આથડ્યો, ભમ્યો. તેમજ તે સ્વરૂપનું ભાન એટલે જ્ઞાન થવાને માટે “પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન” તેવી પ્રભુભક્તિ કે સદ્ગુરુની સેવા કે સંત સપુરુષની સેવારૂપ સાધન મેં ગોઠવ્યા નહીં. તેથી સસ્વરૂપને પામ્યો નહીં. હવે સદ્ગુરુ કોણ? તો કે “ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવક મોહ, તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય) અથવા બાહ્ય પરિગ્રહ અને અત્યંતર મિથ્યાત્વાદિ ગ્રંથિથી રહિત એવા નિગ્રંથ તે ગુરુ. એવા ગુરુનું શરણ ગ્રહ્યાથી જીવ સદ્ગતિ કે મોક્ષ પામે છે. અને સંત કોણ? તો કે જેને સસ્વરૂપની રુચિ થઈ છે અને તે સસ્વરૂપની સાઘક દશામાં છે. કોનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે તે બતાવી દેનાર એવા સંત કે સપુરુષ તેની સેવાથી પણ તેવી દશાને જીવ પામે છે. પણ તે સાઘનો પ્રાપ્ત કેમ નથી થતાં? તો કહે છે કે “મૂક્યું નહિ અભિમાન.” હું જાણું છું, 471