________________ આજ્ઞાભક્તિ આટલી મને ખબર પડે છે. મારા જેવો ભાગ્યશાળી કોણ છે? હું લોકોત્તર પુષ્યવાળો છું. હું પૂજવા યોગ્ય દશાને પ્રાપ્ત થયો છું વગેરે ભાવ મનમાં રહે છે, તે ભાવો જીવને ઊંચે ચઢવા દેતા નથી, પણ મિથ્યાત્વમાં જ ભમાવ્યા કરે છે. અનાદિકાળનું પરિભ્રમણ કેવી રીતે છૂટે? તો કે હું કંઈ જાણતો નથી એવો નિશ્ચય કરી સદ્ગુરુને શરણે ગયા વગર જીવનો મોક્ષ નથી. પણ અનાદિના અહંભાવને સાથે લઈને સદ્ગુરુની સેવા કરે તો તે અહંકાર કે અભિમાન ગયા વગર તેનું પરિભ્રમણ મટે નહીં. તે જણાવવા આ ગાથા છે. પરમ દીનત્વ અથવા પરમ વિનય એ મોક્ષ માર્ગ પામવાનું પ્રથમ પગથિયું છે. તે માન, અપમાન, અભિમાન મૂક્યા વિના પ્રાપ્ત થતું નથી. “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત” એમ સત્પરુષો કહી ગયા છે તો પણ મારાથી માન મૂકાયું નથી. ./૧૫ના સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. 16aaaa અર્થ - સત્ વસ્તુને ઓળખી, પ્રતીત કરી, પરમ કરુણા ભાવથી નિષ્કામપણે, યોગ્ય જીવને તેનું ભાન થવા માટે સંતપુરુષો સસ્વરૂપનો બોઘ દે છે. તેવા સંતપુરુષોએ બતાવેલા આચરણ કે આજ્ઞાના અવલંબન એટલે આશ્રય વિના જીવે અનેક એટલે ઘણા ઘણા સાઘન કર્યો, પણ તે મોક્ષમાર્ગમાં કામ લાગ્યા નહીં, કે સંસાર સમુદ્રથી પાર પમાડે તેવા ન નીવડ્યાં. મોક્ષમાર્ગ પામવાને માટે પ્રથમ માનાદિનો નાશ કરવા સ્વચ્છંદને ત્યાગવો જોઈએ. અને સ્વચ્છંદ છેદવા સદગુરુના શરણે પુરુષાર્થ કરવો જોઈએ. પણ આજ સુધીના પુરુષાર્થમાં એ ખામી આવી કે સદ્ગુરુના શરણ વગર ઊલટી દિશાએ સ્વચ્છેદે જીવ ચાલ્યો તેથી વિવેક કહેતાં ભેદજ્ઞાન, તેનો અંશ પણ પ્રગટ્યો નહીં. અર્થાત્ આ માર્ગ આત્માને હિતકારી છે અને આ માર્ગ અહિતકારી છે એવો અમુક નિર્ણય પણ અલ્પ અંશે પ્રગટ થયો નહીં. અથવા તો સન્દુરુષો આ રસ્તે ચાલીને મોક્ષે ગયા છે, જાય છે અને જશે તેનો નિશ્ચય થવો તે પણ વિવેક છે. તે વિવેક પણ સદ્ગોઘ વિના અજ્ઞાનથી પ્રાપ્ત થવો દુર્લભ છે. 16aaaa. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય? 17 અર્થ - સત્પરુષની આજ્ઞા વિના જેટલો પુરુષાર્થ સુખ પ્રાપ્તિ માટે કે મોક્ષ મેળવવા માટે કર્યો તે બઘો પુણ્ય કે પાપરૂપ બંઘન કરનારો જ થયો અને તેને ભોગવવા સિવાય હવે બીજો કોઈ ઉપાય રહ્યો નથી. અથવા સ્વચ્છેદે મોક્ષ મેળવવા માટે કોઈ ઉપાય જીવે બાકી રાખ્યો નથી. તોપણ તેમાનું એક સાઘન મોક્ષના ઉપાય માટે ન બન્યું. સત્ એટલે આત્મા. તેનું હિત કરનાર જે કોઈ સાધન હોય તેને હું સમજ્યો નહીં અર્થાત્ તે સાઘનને હું જાણતો નથી. જેથી કલ્યાણ થાય એવી સપુરુષની આજ્ઞારૂપ કોઈ કલ્યાણકારી 472