________________ “ભક્તિના વીસ દોહરા'ના અર્થ સાઘનની સમજ કે પ્રતીત આવી નહીં, તો આ અનાદિકાળથી જ્યાં બંઘન થતું [e : આવ્યું છે એવા સંસારરૂપી આ કેદખાનાથી શી રીતે છૂટું થવાય? હવે છૂટા થવા ? માટેના સત્સાઘન કયા છે તે કહે છે - ૧ણા પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? 18 અર્થ - તંહિ તૃહિરૂપ હે પ્રભુની! પ્રભુશ્રીજીની જેમ લય લાગે એટલે એકતાર અખંડ લક્ષ રહે તો બીજા બઘા બંઘન કરાવનાર સાધન દૂર થઈ જાય, વિલય પામી જાય. માત્ર તેથી સહજાત્મસ્વરૂપ થાય અને બઘા કર્મોની નિર્જરા થઈ જીવનો મોક્ષ થાય. આ પ્રથમ સત્ સાઘન કહ્યું. તેવી લય હજી મને લાગી નથી. હવે બીજું સત્સાઘન તે પોતાનું અભિમાન મૂકી હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરી, સદ્ગુરુને ચરણે જઈ, તેનું અવલંબન એટલે અનન્ય શરણ-આશ્રય ગ્રહણ કરવાથી પણ મોક્ષમાર્ગ મળે છે. આ સદ્ગુરુની શ્રદ્ધામાં સદેવ અને સદ્ઘર્મની શ્રદ્ધા સમાઈ જાય છે એનું અવલંબન કે શરણભાવરૂપ વ્યવહાર સમ્યત્વ પણ મોક્ષ થવાનું કારણ છે. એ બીજું સત્સાઘન મેળવવા પણ હું ભાગ્યશાળી થયો નથી. - હવે ત્રીજું સત્સાઘન તે યોગ્યતા કે મુમુક્ષુતા પ્રાપ્ત કરવી તે છે. તે સ્વચ્છંદ ન કરવાથી આવે છે. અને “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” તે સ્વચ્છંદ રોકવા માટે પોતાના દોષો નિષ્પક્ષપાતપણે જોવા જોઈએ. પોતાના દોષો દેખે પછી તે દોષો ટાળવાની ચીવટ રાખે અને તેને દૂર કરવાના ઉપાય શોધે. એમ પોતાના દોષો દેખનાર પણ તે દોષો મૂકી મોક્ષે જવાના માર્ગ ઉપર આવી શકે છે. આ ત્રણ સત્સાઘનોમાંથી એક પણ સાઘન મળ્યું હોય તો તે જીવ મોક્ષે જાય. પણ તેમાંથી હે પ્રભુ! મારાથી કંઈ બની શકતું નથી. એવી મારી દશા બહુ બહુ અઘમ છે, તે જણાવતાં હવે આગળની ગાથામાં કહે છે. 18 અઘમાઘમ અઘિકો પતિત,સકળ જગતમાં હંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું? ||19ll અર્થ - જ્યાં સુધી મનથી એમ નિશ્ચય નથી કર્યો કે હું સર્વથી હલકો છું, હું કંઈ જાણતો નથી, મારાથી હવે કંઈ થઈ શકતું નથી. અનંતકાળથી સ્વચ્છંદે મારી મેળે પુરુષાર્થ કરીને હું હવે થાક્યો; માટે જગતમાં હલકામાં હલકો માણસ પણ મને મોક્ષમાર્ગ બતાવે તો તેના દાસનો દાસ થઈને રહું. મારા બાપનો, કુળનો, વિદ્યાનો, રૂપનો, વૈભવ કે કશાનો મદ રાખ્યા વગર અધમમાં અઘમ થઈને મોક્ષમાર્ગ જાણનાર ગમે તેવો ભિખારી જેવો, રોગી કે કુરૂપ હોય, હલકી વર્ણનો હોય તો પણ તેની પાસેથી માર્ગ પામવા તેનો દાસ થઈને રહું. 473