________________ આજ્ઞાભક્તિ એવો ભાવ ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારે સત્સાઘન જે મોક્ષ પામવાનું કારણ છે તે પ્રાપ્ત થવું દુર્લભ છે. હલકી ઘૂળ આકાશમાં વાયુને નિમિત્તે ઊંચે ચઢે છે, અને કાંકરા-પથરા રસ્તામાં અથડાય છે. તેમ હલકા થવાથી એટલે લઘુતાથી આત્માની પ્રભુતા પ્રગટે છે. એવું નિરભિમાનપણું, અથવા પોતાના અવગુણને જોવાથી અને પારકાના ગુણ જોવાથી જે વિનયભાવ આવે છે તે મને પ્રાપ્ત થયો નથી. એવા વિનયને ભગવાને ઘર્મનું મૂળ કહ્યું છે. આખા જગતના શિષ્ય થવાની વૃત્તિ થાય ત્યારે જીવને સત્સાઘન એટલે મોક્ષનું કારણ પ્રાપ્ત થાય છે. 19o. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ. 20 અર્થ :- ઉપરોક્ત મારી દીનતા જણાવી હવે છેવટે પરમાત્માના ચરણકમળમાં વારંવાર પડી નમસ્કાર કરીને વારંવાર એ જ માગણી કરું છું કે સર્વ સાધનમાં પ્રથમ કરવા યોગ્ય સાઘન જે શ્રી સદ્ગુરુ અને તેને ભજનાર, ઓળખનાર સંત જે તુજસ્વરૂપ હોય એટલે તારામાં અને તેમનામાં અંતર ન હોય એવા પરમ કરુણામૂર્તિ સત્પરુષની પ્રાપ્તિ મને દ્રઢતાપૂર્વક કરાવી એટલે અચળ પ્રતીતિ અને ભક્તિ સાથે સાચા સદ્ગુરુ કે સંતની પ્રાપ્તિ કરાવ. કેમકે સત્પરુષ એ કલ્પવૃક્ષ સમાન છે. તેની પ્રાપ્તિથી પરમાર્થ એટલે મોક્ષમાર્ગની સર્વ સામગ્રી મળી આવવી સુલભ થઈ પડે છે. તેથી ઘર્મમૂર્તિ એવા સદગુરુ કે સંત જે પરમાત્મસ્વરૂપ છે તેમની મને ભેટ થાય એવી કૃપા કર, એવું ફરી ફરી હું આપના ચરણકમળમાં પડી પડીને માગું છું તે સફળ થાઓ. ૨૦ના મંગળ મૂળ સદ્ગુરુ શરણ, મુજ મનમાં હો સ્થિર; વિપ્ન હવે નહીં હું ગણું, વસે હૃદયમાં વીર.' (પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કરેલ આ અર્થ બ્રહ્મચારી મણિબેનની ડાયરીમાંથી ઉતારેલ છે.) 474