________________ આજ્ઞાભક્તિ fe 5 એવા દુઃખો જીવો ન પામે તેના માટે પૂ.શ્રી બ્રહ્મચારીજી “પ્રજ્ઞાવબોઘમાં પાઠ 36 “સગુણ' નામનો છે, તેમાં પાન 214 ઉપર કાવ્યમાં બઘા વ્યસનોના ખોટા 2 ફળ સરળતાથી સમજાવે છે. જે આપણે જાણવા અત્યંત જરૂરી છે. તેથી અત્રે તે ગાથાઓના અર્થ અનેક દ્રશંતો સાથે આપીએ છીએ. તે વાંચવાથી જીવો એવા પાપ કરતા બચે અને સદા તે વ્યસનોથી દૂર જ રહે જેથી નરકગતિના ભયંકર દુઃખ તેમને ભોગવવા ન પડે. પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧માંથી : “કોઈ ઉપાયે પ્રથમ જ ટાળો મિથ્યામતિ દુખવેલીજી, સસ વ્યસન ત્યાગી કરી લેવી સત્સંગતિ સૌ પહેલીજી.” વિનય અર્થ - કોઈ પણ સમ્યક્ ઉપાય કરીને દુઃખની વેલરૂપ મિથ્યાત્વવાળી મતિને અર્થાત્ જે બુદ્ધિમાં મિથ્યા માન્યતાઓ રહેલી છે તેને તમે પ્રથમ દૂર કરો. તે મિથ્યા માન્યતાઓને ટાળવા માટે સાત વ્યસનોનો ત્યાગ કરીને સૌથી પહેલા સત્સંગ કરી લેવા યોગ્ય છે. “द्यूतं च मासं च सुरा च वेश्या, पापर्द्धि चोर्यं परदार सेवा; ओतानि सप्त व्यसनानि लोके, घोराति घोरं नरकं नयन्ति." અર્થ - જુગાર (સટ્ટો), માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરદારરસેવન આ સાત વ્યસનોની કુટેવો જીવને ઘોરથી ઘોર નરકમાં લઈ જાય છે. ll8 -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૦) સાતેય વ્યસનોના પૂતળા બનાવી, લોકોને બતાવી દેશમાંથી બહાર કાઢ્યા રાજા કુમારપાળનું દ્રષ્ટાંત - અહો! કુમારપાળ રાજાના અમારી એટલે કોઈને મારવા નહીં એવા કહેલા કામોનું શું વર્ણન કરીએ કે જેના રાજ્યમાં જુગાર રમતી વખતે પણ કોઈ ‘મારી” એવા બે શબ્દો બોલી શકતું નહીં. એક વખતે રાજા કુમારપાળે સાત વ્યસનને હિંસાના કારણભૂત જાણી માટીના સાત પુરુષોના રૂપ બનાવ્યા. તેમના મુખ ઉપર ભષી લગાડી, ગઘેડે બેસાડી, તેની આગળ ફૂટેલા ઢોલ વિગેરે તુચ્છ વાજીંત્રો વગાડતાં તેને પાટણ નગરના ચોરાશી ચૌટામાં ફેરવી, - લાકડી તથા મુષ્ટિ વિગેરેથી તાડન કરાવી, તેને પોતાના નગરમાંથી અને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકાવ્યા હતા.” -ઉ.ભા. ભાગ-૨ (પૃ.૫) 398