________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ સર્વ વ્યસનોનો રાજા જુગાર જુગાર કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી, દુઃખ-અપકીર્તિ-પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી.” વિનય અર્થ - સાત વ્યસનમાં પહેલું વ્યસન જુગાર છે. તે હલકી વૃત્તિવાળા જુગારીઓ સાથે કુસંગતિનું કારણ છે. આ વ્યસનથી નલરાજા કે ઘર્મરાજાની જેમ સર્વ ખોઈ બેસી જીવનમાં દુઃખ ઊભું કરે છે. અને અપકીર્તિ પામે છે તથા તે પાપનું મૂળ હોવાથી મનને સદા મેલું રાખે છે. એક વ્યસન સેવવાથી સાતે વ્યસન કેવી રીતે વળગે છે તેના ઉપર એક દ્રષ્ટાંત છે : જુગારી રાજાનું દ્રષ્ટાંત :- કોઈ એક દેશનો રાજા દુષ્ટ પુરુષોની સંગત થવાથી જુગારના વ્યસનમાં લાગી ગયો. તે રાજાના બે ડાહ્યા મંત્રી હતા તે ઘણા વખતથી રાજાની સેવા કરતા હતા. તે મંત્રીઓએ રાજાને જુગટુ ન રમવા ઘણો સમજાવ્યો પણ તેણે માન્યું નહીં. તેથી તે UN COVE. * ZU છે * જ ) G* NARE [ . 1 w! E / \ | | | મંત્રીઓ તેનો દેશ છોડી ગયા. અન્ય દેશમાં જઈને તે મંત્રીઓએ દાઢી, મૂછ, જટા વઘારીને વેશ પલટો કર્યો, અને તેમાંનો એક મહંત બન્યો ને બીજો તેનો શિષ્ય બન્યો. કેટલોક સમય વીત્યા 399