________________ આજ્ઞાભક્તિ બાદ તે બન્ને પોતાના દેશના શહેરોમાં ફરવા લાગ્યા. ત્યાં પ્રથમ તેઓ જુદે જુદે સ્થળે ઘન દાટતા. પછી તેમની પાસે લોકો આવે તેમાં કોઈ કોઈને ગુસઘન બતાવતા. વળી ગામના નામાંકિત તેમજ પોતાને અગાઉ પરિચિત લોકોના નામ તથા બીજી હકીકત જણાવી સર્વને વિસ્મય કરતા. વળી તેઓ આસન માંડી યોગસાધના કરવાનો ડોળ કરતા હતા; આથી તેમને ઘણા શિષ્યો થયા. લોકોમાં તેમની બહુ પ્રસિદ્ધિ થવા લાગી. યોગસાઘન કરવા માટે તેઓ માછલાં પકડવાની જાળ ઓઢીને દરરોજ અમુક વખતે ધ્યાનમાં બેસતા. ઘીરે ઘીરે તેમની મહત્તા ખૂબ વધી ગઈ. એમ કરતાં તેઓ જે શહેરમાં રાજા હતો ત્યાં આવ્યા. આટલા વખતમાં રાજા જુગારમાં ઘણું ઘન હારી ગયો હતો. પરંતુ તેનાથી તે વ્યસન મૂકી શકાતું ન હતું. મહંતની ખ્યાતિ સાંભળીને તે પણ તેમની પાસે આવ્યો. થોડી પ્રાસંગિક વાત કર્યા પછી તે રાજાની નજર મહંતે ઓઢેલી જાળ પર પડી. તેથી તેણે સાશ્ચર્યથી પૂછ્યું-મહારાજ, આ જાળ જેવું શું છે ? આપ તે કેમ ઓઢો છો? મહંત– આ માછલાં પકડવાની જાળ છે. કોઈ કોઈ વખતે માછલાં પકડવાં કામ આવે છે. રાજા– શું મહારાજ આપ માછલીઓનો શિકાર કરો છો? મહંત–નારે ભાઈ! અમારા જેવા તે કંઈ 400