________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ માખણ લેવામાં દોષ નથી, તે લક્ષમાં રાખવા ભલામણ છેજી, અને પ્રતિજ્ઞા : ક લીધી હોય તો માખણ કંઈ જીવનની વૃદ્ધિ કરી શકે તેમ નથી. આયુષ્ય બાંધેલું ) છે, તેથી વઘારવા કોઈ દવા કે દાક્તર સમર્થ નથી એવો દ્રઢ વિશ્વાસ રાખી પ્રતિજ્ઞારૂપ ઘર્મ મરણપર્યત ટકાવવા ભલામણ છેજી.” બો.૩ (પૃ.૩૭૨) વ્રત લીઘા પછી વ્રતભંગ થાય તે મોટો દોષ ગણાય, તેને ચુસ્તપણે પાળવું “માખણ-ભક્ષણનો દોષ સેવાયો છે, તે સંબંધી જણાવવાનું કે તે ઠીક થયું નથી. નજીવું જણાતું હોય પણ વ્રત લીઘા પછી વ્રતભંગ થાય તે મોટો દોષ ગણાય છે. “વ્યવહારમાં જેમ સારા માણસના વચનની કિંમત હોય છે, તેમ ઘર્મમાર્ગમાં પણ વ્રત એ પ્રતિજ્ઞા છે.” તેનું પાલન ચુસ્તપણે કરવા ચૂકવું નહીં. દોષ ફરીથી ન થાય તે લક્ષમાં રાખી અત્રે આપનું આવવું થાય ત્યારે તે થયેલો દોષ દૂર કરવા પ્રાયશ્ચિત્તની માગણી કરવાથી આપને ઉપાય રૂબરૂમાં જણાવવાનું પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છેજી.” -બો.૩ (પૃ.૬૦) પ્રભુ સાક્ષીએ નિયમ લીઘા, તે પ્રાણ જાય તો પણ ત્યાગવા યોગ્ય નથી જ “તમે સટ્ટાની બાઘાની માગણી કરી છે તે વાંચી પ્રસન્નતા થઈ છેજી. જો કે સાત વ્યસનમાં જ એક રીતે તેની બાઘા તો આવી જાય છે; છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાઘા નથી લીધી અને હવેથી લેવી છે, તો તે પણ યોગ્ય છેજી. પણ પરમકૃપાળુદેવની સાક્ષીએ જે કોઈ નિયમ રાખીએ તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા યોગ્ય નથી જ, એવી તૈયારી થયે લેવા યોગ્ય છેજી. વ્યવહારમાં કોઈની સાથે બોલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું પડતું હોય તોપણ આબરૂની ખાતર બોલેલું સજ્જનો પાળે છે; તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે એવા પરમકૃપાળુદેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તો તેની આજ્ઞારૂપ તે બાધા શિરસાવંદ્ય ગણી, પાછું પગલું ભરવાનો વિચાર જીવનપર્યત કરવો ઘટતો નથી.” -ઓ.૩ (પૃ.૪૯૧) મનમાં નિયમ લીઘો છે એમ માની, તેનું પાલન કરી પોતાની પરીક્ષા કરવી તેવી દ્રઢતા હાલ આપણામાં ન લાગતી હોય તો છ માસ, બાર માસ કરી જોયું કે મન દ્રઢ રહે છે કે નહીં. નિયમ ન લીઘો હોય છતાં મનમાં નિયમ લીઘો છે એમ વિચારી એકાદ વર્ષ પોતાની દ્રઢતાની પરીક્ષા કરી જોઈ, પછી નિયમ લેવાનો વિચાર રાખવો હોય તો તે પણ સુવિચાર છે. અને જો અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તો હાલ પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે જણાવ્યું છે તેમ સટ્ટાનો ત્યાગ કરવાનો નિયમ લઈ લેવામાં પ્રતિબંધ નથીજી.” -બો.૩ (પૃ.૪૯૧) સાતેય વ્યસન નરકના દ્વાર સાત વ્યસનમાંના કોઈ પણ વ્યસનનું સેવન કરનારા જીવો આ ભવમાં દુઃખી થાય અને ભવોભવમાં દુઃખી થાય. પરભવમાં નરકગતિમાં ભયંકર દુઃખ કરોડો વર્ષ સુધી ભોગવે. માટે 397