________________ આજ્ઞાભક્તિ તે આ પ્રમાણે વિચાર કરતાં કંઈક સમજાય છે - અહિંસા અણુવ્રત–માંસનો ત્યાગ, દારૂનો ત્યાગ, શિકારનો ત્યાગ તથા = સાત અભક્ષ્યનો ત્યાગ કરવાથી અહિંસા અણુવ્રત પળાય છે. સત્ય અણુવ્રત–જુગાર કે ચોરી કરનાર જૂઠ બોલે. તેના ત્યાગથી સત્ય અણુવ્રત પળાય છે. અચૌર્ય અણવત–મોટી ચોરીનો ત્યાગ કરવાથી અચૌર્ય અણુવ્રત પળાય છે. બ્રહ્મચર્ય અણુવ્રત–પરસ્ત્રીગમન અને વેશ્યાગમનના ત્યાગથી બ્રહ્મચર્ય અણુવ્રતનું પાલન થાય છે. પરિગ્રહત્યાગ અણુવ્રત–લોભથી માણસ જુગાર રમે છે. માટે જુગારનો ત્યાગ કરવાથી અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળો શ્રાવક થાય. તેથી અંશે પરિગ્રહ ત્યાગ અણુવ્રત પણ પળાય છે. ‘બોઘામૃત ભાગ-૩' માંથી - થઈ શકે તેટલા પાપના ત્યાગની વૃઢ પ્રતિજ્ઞા લેવી. પાપથી પાછા હઠવું જરૂરી “સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી જીવતા સુધી જેટલાનો ત્યાગ થઈ શકે તેટલો ત્યાગ હૃદયમાં વિચારી તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું એવો દ્રઢ નિર્ણય કર્તવ્ય છેજી. કેમકે પાપના પંથથી પાછા હઠ્યા સિવાય સન્માર્ગમાં સ્થિરતા થતી નથીજી.” -બો.૩ (પૃ.૨૩૪) સાત અભક્ષ્યમાં વધારે પાપ મઘમાં, સાત ગામ બાળે તેથી પણ વધુ પાપ “તમે મઘની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છો, પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વઘારે પાપવાળું એ મઘ છેજી. મઘમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી મધપૂડામાં જઈ પૂંઠથી છેરે છે એટલે મઘ એ માખીની વિષ્ટારૂપ છે. તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જીવો ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મઘ ચાખે તેને સાત ગામ બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વઘારે પાપ લાગે છે....ખાંડની ચાસણી મઘને બદલે વપરાય છે અને લગભગ સરખો જ ગુણ કરે છે... આત્માને મળત્યાગથી ઘણા પાપના બોજામાંથી બચાવી શકાય એટલા માટે લખ્યું છે.' -બો.૩ (પૃ.૬૯૩) પૂર્વના પાપથી માંદગી, મઘ ખાઈ ફરી પાપ કરે તો આગળ પણ માંદગી મઘમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ એક મનું ટીપું ચાખવાથી લાગે છેજી. પૂર્વે પાપ કરેલાં તેને લીધે માંદગી આવે છે અને ફરી મધ ખાઈને પાપ કરે તો વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે મથનો ત્યાગ ન કર્યો હોય તો આજથી ત્યાગ કરવો ઘટે છેજી. એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. -બો.૩ (પૃ.૭૧૧) માખણ અભક્ષ્ય છે માટે તેની પ્રતિજ્ઞા લેવી આત્માને હિતકારી છે “તમે માખણ નહીં ખાવાની પ્રતિજ્ઞા જો ન લીધી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે તાજું 396