________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ સાત વ્યસન-જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાનો સંગ, પરસ્ત્રીગમન, 'E . શિકાર મહાપાપમાં દોરનાર છે. તેમાં જ જેની વૃત્તિ રહેતી હોય તો તે ઘર્મ શું છે / આરાધી શકશે? પરદારાગમન કરનાર નરકે જાય છે અને અસહ્ય દુઃખ ત્યાં ભોગવે છે. અલ્પકાળના કલ્પિત સુખમાં ફસાઈ જીવ મહા અનર્થ કરી નાખે છે. પછી પસ્તાવો થાય છે, રોગ થાય છે, નિર્ધન થાય છે અને એ અસ્થિર ચિત્તવાળા જીવો જે માનસિક દુઃખ ભોગવે છે તે તો અસહ્ય હોય છે. તેની ઘર્મક્રિયામાં ધૂળ પડે છે, અપકીર્તિ થાય છે. માયા, કપટ, જૂઠ, હિંસા એ બઘાં પાપ તેની પૂઠ પકડે છે અને અનંતકાળ સુધી જન્મજરામરણનાં દુઃખો ભોગવતો જીવ ઘાંચીના બળદની પેઠે પરાધીનપણે પરિભ્રમણ કર્યા કરે છે. આ લોકમાં એવા લોકો ઘણું કરીને કમોતે મરે છે અને પરલોકમાં પીવાના પ્રહાર સહ્યા કરે છે. હે ભગવાન! દુશ્મનને પણ એવા પાપનો રસ્તો ન મળો એમ સારા પુરુષો તો ઇચ્છે છે. -બો.૩ (પૃ.૫૭) પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યત સાત અભક્ષ્ય તજવા યોગ્ય. આ સાત વ્યસન : અને (1) વડના ટેટા, (2) પીપળના ટેટા, (3) પીપળાના ટેટા, (4) ઉમરડાં, (પ) અંજીર, (6) મઘ, (7) માખણ–આ સાત અભક્ષ્ય - આ સપુરુષની - પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યત તજવા યોગ્ય પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે.” -બો.૩ (પૃ.૩૨૯) વડ, પીપળ, ઉદુંબર, પ્લેક્ષ અને કાકોદુંબર એ પાંચ વૃક્ષના ફળોમાં મચ્છરની જેવા ઉડતા બહુ સૂક્ષ્મ જીવો વડે ભરેલા હોવાથી તે વર્જનીય છે, લૌકિકમાં પણ એ અભક્ષ્ય કહેવાય છે. ચાર મહા વિગઈ - મદ્ય, મધ, માંસ, અને માખણ એ અભક્ષ્ય છે. કારણ કે તેમાં તે વર્ણના અનેક સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે : “મદ્ય, મધુ, માંસ અને માખણ એ ચાર જે રંગના છે તે જ રંગના જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે.” -શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર (પૃ.૧૫૨) બોઘામૃત ભાગ-૧' માંથી - સાત અભક્ષ્ય વસ્તુ ખાય તો ઘણું પાપ થાય. ન ખાય તો પણ ચાલે મુમુક્ષુ–સાત અભક્ષ્યનો ત્યાગ શા માટે કહ્યો હશે? પૂજ્યશ્રી–જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે, તેથી છૂટે તો ભક્તિ થાય. એ ખાય તો ઘણું પાપ થાય છે અને ન ખાય તો એના વિના ચાલે એવું છે.” -બો.૧ (પૃ.૪૯૪) નિયમ લઈ વસ્તુ ત્યાગે તો જ વ્રત, નહીં તો તેની હિંસાનું પાપ જીવને લાગે છે જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું ત્યારથી વ્રત કહેવાય. “આ સાત વ્યસન અને પાંચ ઉદબર ફળ તથા મઘ અને માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે.” -બો.૧ (પૃ.૪૯૪) 395