________________ આજ્ઞાભક્તિ જંતુના સમૂહો પેદા થાય છે. માટે વિવેકી પુરુષોએ તે માખણ ન ખાવું.” - યોગશાસ્ત્ર (પૃ.૧૪૮) સાતેય વ્યસન નરકના હાર, કોઈ નરકમાં ન જાય માટે ત્યાગવા કહ્યું "(1) જુગારલોભ છે તે મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ થાય તેમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં. (2-3) માંસ-દારૂ– ત્યાગવા યોગ્ય છે. (માંસ ત્યાગ કરનાર ભીલને મળેલા ફળનું દ્રષ્ટાંત) (4) ચોરી ચોરી કરીને પાસે પૈસા આવે ત્યારે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે વસ્તુ દુઃખદાયક છે; એમ સમજી કોઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ લેવી નહીં. લાખ રૂપિયાની કિંમતની ચીજ રસ્તામાં પડી હોય તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં”, જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ કૃપાળુદેવે કહ્યું છે. (5) શિકાર– કોઈ પણ જીવને ઈરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માંકડ, મચ્છર, જૂ, લીખ, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય તે મરી જાય નહીં. (6) પરસ્ત્રી અને (7) વેશ્યાગમન- આ વ્યસનોથી આ લોક અને પરલોક બન્ને બગડે છે, માટે તેમનું સેવન કરવું નહીં. લોકોમાં પણ તે નિંદ્ય ગણાય છે માટે તેનો ત્યાગ કરવો.” -બો.૧ (પૃ.૧૧) પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય છે.” -બો.૩ (પૃ:૨૧), સાત વ્યસનનો ત્યાગ મંત્ર લેતાં પહેલાં લેવો જરૂરી “પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ તેને વિધ્ધ કરનાર સાત વ્યસન છે.ઘર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે.” -બો.૩ (પૃ.૬૬૯) સાત વ્યસનમાં વૃત્તિ રહેતી હોય તે ઘર્મ શું આરાઘી શકે ? વિ. તમારો પત્ર આજે આવ્યો. તે ભાવદયાસાગર નિષ્કારણકરુણાસિંઘુ પ.પૂ.પ્રભુશ્રીજીએ વાંચી આ પત્ર લખવા સૂચના કરી છેજી. તેઓશ્રીજીએ એ પત્ર વાંચી મારી ધૂળ કાઢી નાખી અને ઠપકો દીઘો કે એ ઘર્મનો ઢોંગ કરનાર દુષ્ટ આજથી અત્રે પત્ર ન લખે તે જણાવ. “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્રદર્શન છે.” (21-110) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. એ કૃપાદ્રષ્ટિને પાત્ર થવા જીવે કેમ વર્તવું ઘટે? અનીતિને માર્ગે ચાલનાર કદી પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ નહીં પામે! 394