________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ આશ્રમની જગામાં આવા પાપનાં કામ કદી ન કરાય. કોઈએ ઊંધિયું અહીં લાવવું નહીં અને બાળવું પણ નહીં. પકવાન, પતાસાં એવો પ્રસાદ વહેંચવો હોય તો તે વહેંચવો પણ જામફળ જેવાં ઘણાં બિયાવાળાં ફળનો અને જેમાં જીવ હોય તેવી ચીજોનો પ્રસાદ ન કરવો. શ્રાવકો તો જાવજીવ ઊંધિયું ખાવાનાં પચખાણ લે છે કે હે ભગવાન! જીવું ત્યાં સુધી એવી અભક્ષ્ય વસ્તુ મોઢામાં ન ઘાલું. એના વગર ક્યાં મરી જવાય છે? ખાવાની બીજી ચીજો ક્યાં ઓછી છે?” (ઉ.પૃ.૩૩૧) બોઘામૃત ભાગ-૧,૨,૩ માંથી - આજ્ઞા આરાધવા માટે સદાચરણની પ્રથમ જરૂર તે ન હોય તો બધું નકામું “આજ્ઞા આરાઘનયોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂરી છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મઘ, માખણ ત્યાગવા યોગ્ય છે. એક મધના ટીપામાં એટલા બઘા સૂક્ષ્મ જીવો હોય છે કે તે જીવો જો કબૂતર જેટલા શરીરના હોય તો એક લાખ યોજન ઉપર એવી રીતે પથરાઈ જાય કે પગ મૂકવાની જગ્યા ન રહે.” (બો.૧ પૃ.૧૦) મા ખાવામાં ઘણું પાપ છે “અનેક જંતુઓના સમુદાયનો નાશ થવાથી પેદા થયેલું અને જુગુપ્સનીય લાળવાળું મથનું આસ્વાદન (ભક્ષણ) કોણ કરે? અર્થાત્ ન જ કરવું જોઈએ. લાખો નાના જંતુઓના ક્ષયથી પેદા થયેલું મઘ તેને ખાવાવાળો થોડા જીવોને મારવાવાળા ચંડાળથી (જીવો મારવાની સંખ્યાની અપેક્ષાએ) પણ વધી જાય છે. એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીને બીજે ઠેકાણે તે રસને ગમે છે, તેથી પેદા થયેલું તે મઘ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ (એઠું) મઘ ઘાર્મિક પુરુષો ખાતા નથી. કેટલાક મનુષ્યો મઘનો ત્યાગ કરે છે પણ ઔષધને માટે તે મઘ ખાય છે. જ્ઞાનીઓ કહે છે કે ઔષઘને માટે ખાધેલું મધ પણ નરકનું કારણ છે. કેમકે કાળકૂટ ઝેરનો કણીયો પણ ખાધો હોય તો તે પ્રાણના નાશ માટે થાય છે. કેટલાક અજ્ઞાની જીવો કહે છે કે મઘમાં પણ મીઠાશ રહેલી છે. પણ જેનો આસ્વાદ કરવાથી ઘણા વખત સુધી નરકની વેદના ભોગવવી પડે તેને તાત્ત્વિક મીઠાશ કેમ કહેવાય? જેનું પરિણામ દુઃખદાયી આવે તેમાં મીઠાશ હોય તોપણ તે મીઠાશ ન કહેવાય, માટે મથનો વિવેકી પુરુષોએ ત્યાગ કરવો જોઈએ.” યોગશાસ્ત્ર (પૃ.૧૪૯) માખણ ખાવામાં પણ ઘણા જંતુઓનો વિનાશ “એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તો જંતુઓના સમુદાયથી ભરપુર આ માખણનું કોણ ડાહ્યો માણસ ભક્ષણ કરે ? છાશમાંથી બહાર કાઢ્યા પછી અંતર્મુહૂર્ત થયે તેમાં ઘણા સૂક્ષ્મ 393