________________ આજ્ઞાભક્તિ દીઘા. સિપાઈને કંઈ લાલચ બતાવી; પણ પૈસા ઓછા પડ્યાથી તે મનાયા નહીં અને દશપંદર જણને પકડીને સાહેબના તંબુ આગળ લઈ ગયા. પછી સિપાઈ ઘમકાવવા લાગ્યા એટલે અમે એક યુક્તિ કરી, બઘાએ બુમરાણ કરી મૂક્યું. Sii છે ? (e સાહેબે બહાર આવી તપાસ કરી કે શું છે અને આમને શા માટે આપ્યા છે એમ પૂછ્યું એટલે બઘાએ કહ્યું કે બોકડા કંઈ જતા રહ્યા હશે તે માટે અમને પકડી આપ્યા છે. તે સાંભળી સાહેબે છોડી મૂકો” કહીને કાઢી મૂક્યા.” (ઉ.પૃ.૨૬૩) અભક્ષ્ય વસ્તુનો ત્યાગ ન થાય તો નરક તિર્યંચ ગતિના દુઃખ ભોગવવા પડશે. જીવે હજી ઘર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે. “ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે', એમ કહેવાય છે. કંદમૂળ-લસણ, ડુંગળી, બટાકા વગેરે લીલોતરી, ઉમરડાં, વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા - એવાં અભક્ષ્ય ફળ ખાઘાથી ખરાબ ગતિ થાય છે, બુદ્ધિ બગડે છે. કેટલો કાળ જીવવું છે? કેટલાક લોક ઘર કરાવી ભોગવ્યા પહેલાં મરી જાય છે. મનુષ્યભવ પામીને જો ચેતી ન લેવાય તો નરકતિર્યંચના ભવમાં દુઃખ ભોગવવાં પડશે.” (ઉ.પૃ.૩૩૦) ઊંધિયું, પોંકમાં ઈયળો બફાઈ જાય, માંસ ખાવાં જેવાં તે અભક્ષ્ય છે “ઊંધિયું, પોંક વગેરેમાં ઈયળો વગેરે બફાઈ જતાં હશે! માંસ ખાવા જેવાં તે અભક્ષ્ય છે. 392