________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ઉપદેશામૃત' માંથી - વ્યસનથી મન ત્યાંનું ત્યાં રહે, ઘર્મમાં વિજ્ઞ પાડે અને બન્ને લોક બગાડે “સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંઘાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે, ઘર્મમાં વિબ પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ઘર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી.” દવામાં માંસાદિ વસ્તુ આવે તો તેનો ત્યાગ કરી દેશી દવા વાપરવી “કોઈ શરીરના કારણે દવા માટે વાપરવી પડે તોપણ તે ચીજ ઘણા પાપનું કારણ છે એમ જાણી બને ત્યાં સુધી તે વગરની બીજી દવા મળતી હોય તો તેથી ચલાવી લેવું. ઘણી દેશી દવાઓ પણ હોય છે. જો દવા માટે છૂટ ન રાખી હોય અને દવામાં અમુક માંસાદિ વસ્તુ આવે છે એમ ખાતરી હોય તો તે દવા વાપરવા યોગ્ય નથી.” (ઉ.પૃ.૧૨૮) રાજાને મુનિ પર શ્રદ્ધા થઈ તો રાજ્યમાં શિકાર કરવાની મનાઈ કરી બાલકૃષ્ણ મુનિનું દ્રષ્ટાંત :-“એક બાળકૃષ્ણ નામના જૈન મુનિ હતા. એક વખત સૌરાષ્ટ્રમાંના એક રાજાને તેમણે વરસાદ આવશે એવું જણાવેલું. રાજા ઉપાશ્રયમાંથી ઘેર પહોંચ્યા કે તરત વરસાદ થયેલો. એટલે તેમના ઉપરથી તે રાજાની આસ્થા થયેલી અને તેના રાજ્યમાં શિકાર કરવાની મનાઈ કરેલી.” (ઉ.પૃ.૨૬૨) બોકડાઓની રક્ષા અને યુક્તિવડે બઘાનો છૂટકારો બોકડાઓની રક્ષાનું વૃષ્યત : “વટામણમાં એક ટી 2 વખત બઘા આગેવાન વાણિયા અને ભાવસાર બેઠા હતા. એટલામાં કોઈ મોટા સાહેબ માટે બે બોકડા સિપાઈ લઈ જતા હતા. તે તેમની પાસેથી પડાવી લઈ પાંજરાપોળમાં મોકલાવી 391