________________ આજ્ઞાભક્તિ પરિગ્રહરહિત થયેલા છે, મોક્ષ સાઘનાર સાધક છે. સર્વજ્ઞદેવમાં બે પરમેષ્ઠી છે. અરિહંત અને સિદ્ધ બન્ને પરમાત્મસ્વરૂપ છે. અરિહંત દેહધારી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. આમ ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’નો અર્થ વિચારશોજી.” -બો.૩ (પૃ.૭૯૩) સાત વ્યસન અને સાત અભક્ષ્ય ત્યાગરૂપ સદાચાર વૃઢતાથી પાળશો જે નિયમો તમે મંત્ર લેતી વખતે લીઘા છે તે કડકાઈથી પાળશો. બીજા પણ સદાચાર બને તેટલા સેવશો. ઇંદ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી સન્શાસ્ત્ર હંમેશા વિચારશો તો ઘણો લાભ થશેજી. ત્યાં હાલ એકલા રહેતા હો તો બ્રહ્મચર્ય પાળવાનો લક્ષ રાખશો. સૂતી વખતે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બ્રહ્મચર્યનો નિયમ લઈ તે પ્રમાણે વર્તવું. જેટલા દિવસ તેમ વર્તી શકાય તેટલો વિશેષ લાભ છેજી. બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છેજી. વારંવાર વાંચશો તો વિશેષ વિશેષ સમજાશેજી. 3ૐ શાંતિઃ” -બો.૩ (પૃ.૭૯૪) મંત્ર છે તે કૃપાળુદેવનું સ્વરૂપ અને નિશ્ચયનયે પોતાનું પણ સ્વરૂપ “સ્મરણ છે તે માત્ર કૃપાળુદેવનું સ્વરૂપ જ છે અને નિશ્ચયનયે પોતાનું સ્વરૂપ પણ તે જ છે; માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે.-બો.૩ (પૃ.૭૬૯) મંત્રનું સ્મરણ રાતદિવસ રાખવા તૈયારી કરે તો કીમતી જીવન સફળ થાય મંત્રનું સ્મરણ રાતદિવસ રહ્યા કરે તેવો પુરુષાર્થ કરવા કેડ બાંઘી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તોપણ બીજી આડીઅવળી વાતોમાં આપણું કીમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છેજી.” -બો.૩ (પૃ.૭૮૪) 390