________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’..... વિભાવ ટળી કેવળ નિજસ્વભાવરૂપ થવું તે સહજાત્મસ્વરૂપ છે, તે TE : કેવળજ્ઞાનસ્વરૂપ છે; તેની જેમને પ્રાપ્તિ થઈ છે અથવા તે પ્રગટાવવા જે પરમ , પુરુષાર્થ સેવે છે એવા પાંચ પરમગુરુ છે : શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાઘુવર્ગ. 2. પરમગુરુ એટલે ઉપર જણાવ્યા તે પાંચ પરમેષ્ઠી મહાત્મા બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિભાગ નિગ્રંથ મહાત્માઓનો છે, તે સાઘક છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બીજા જેમની સાઘના પૂર્ણ થઈ છે એવા સર્વજ્ઞ ભગવંતો છે : અરિહંત અને સિદ્ધ. શ્રી અરિહંતને આયુષ્યાદિ ચાર કર્મ પૂરાં થતાં સુધી તે દેહદારી ભગવંતરૂપે દર્શન દે છે અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધરૂપે બિરાજે છે. નિગ્રંથ એટલે જેમની મોહરૂપ ગાંઠ ગળી ગઈ છે, નિર્મોહી બન્યા છે. તે ચોથે ગુણસ્થાનેથી, ખરી રીતે છઠ્ઠું સ્થાનેથી તે બારમા ગુણસ્થાન સુઘીની દશાવાળા ગણાય છે. પછી તે કેવળજ્ઞાની, સર્વજ્ઞ બની મોક્ષે જાય છે. 3. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનો ભાવ પરમકૃપાળુદેવ પ્રભુએ જ આ પ્રમાણે દર્શાવ્યો છે : “શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (692) રાગદ્વેષનો ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે.” -બો.૩ (પૃ.૭૬૨) ‘સહજાત્મસ્વરૂપ' એ પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે “બીજું મંત્રના અર્થ વિષે નીચે લખેલી દિશામાં વિચાર કર્તવ્ય છેજી : (1) “સહજાત્મસ્વરૂપ એટલે કર્મરહિત દશામાં જીવનું જે નિર્મળ સ્વરૂપ છે તે ખરી રીતે પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે. તેમાં લક્ષ રાખવાથી આપણા મનની મલિનતા દૂર થઈ ખરા સ્વરૂપની જિજ્ઞાસા વધતાં કર્મ દૂર થાય અને શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે પહેલા મંત્રનો અર્થ છે. (2) આતમભાવના એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય!” (692) તેથી કેવળજ્ઞાન પ્રગટે છે. (3) ત્રીજા મંત્રમાં પરમગુરુ એટલે અરિહંત ચાર ઘાતકર્મોનો ક્ષય કરી પરમાત્મા થયા છે તે; સિદ્ધ એટલે આઠે કર્મનો ક્ષય કરી મોક્ષે ગયા છે તે; આચાર્ય એટલે સર્વ સંઘના નેતા જ્ઞાનીપુરુષ; ઉપાધ્યાય એટલે શાસ્ત્રોને ભણી બીજા સાથુ વગેરેને ભણાવે તે; અને સાધુ એટલે આત્મજ્ઞાન પામી સંસારનો ત્યાગ કરી મોક્ષ અર્થે પુરુષાર્થ કરે છે તે મુનિ–એમ પાંચે પરમગુરુ છે. તે પાંચમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ નિગ્રંથ ગણાય છે એટલે તે મોહની ગ્રંથિ છેદી 389