________________ આજ્ઞાભક્તિ દરદીનું મન મંત્રમાં અહોરાત્ર રહે તેવી ગોઠવણ જરૂર કરવા યોગ્ય મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર દરદીના કાનમાં પડ્યા કરે તેટલા ઉતાવળે અવાજે બોલ્યા કરવા યોગ્ય છે.” ઓ.૩ (પૃ.૬૩૬) મંત્રની ટેવ પાડી મૂકી હોય તો દુઃખ સુખમાં શાંતિ રાખી શકે સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હોય તો તે દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વઘવા ન દે.” ઓ.૩ (પૃ.૯૭૦) એક સેકંડનો પણ સદુપયોગ કરવાનું સાધન તે મંત્ર છે સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકંડનો પણ સદુપયોગ કરવાનું તે સાઘન છે. પરમકૃપાળુદેવે જામ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે.” -બો.૩ (પૃ.૬૯૪) મૂંઝવણ વખતમાં પણ મંત્ર દવા સમાન છે “મંત્રનું સ્મરણ કરવું. એ મૂંઝવણના વખતમાં દવા સમાન છે.” -બો.૩ (પૃ.૭૦૦) મંત્રથી જીવ પાપથી છૂટે અને સ્વરૂપનું ભાન થવાનું પણ કારણ થાય. “સ્મરણ, સ્વરૂપ-ચિંતવન ગણાય? તેના ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તો જીવ જરૂર છૂટે ને પુણ્યબંઘ કરે; પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂપચિંતનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય.” -બો.૩ (પૃ.૭૦૮) મંત્રમાં ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છે “પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા જ્ઞાનીએ જાણેલો તેમાં જણાવ્યો છે તે જ મારે માન્ય છે, તો તે સમાધિમરણ છે. મંત્રમાં તો ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છેજી. તેનું અવલંબન પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનને શરણે મરણપર્યત ટકાવી રાખવાનું છેજી. હું સમજી ગયો એમ કરી વાળવા જેવું નથીજી.” બો.૩ (પૃ.૭૦૮) અનંત આગમ સમાય એવા મંત્રનો લૂંટતૂટ લાભ એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમકૃપાળુદેવે કરી છે; તેનો બને તેટલો લાભ આ ભવમાં લૂટંલૂંટ લઈ લેવાનો છેજી.” -બો.૩ (પૃ.૭૪૭) મંત્રોના સામાન્ય અર્થ આત્માનું સહજ સ્વરૂપ તે કેવળજ્ઞાન સ્વરૂપ છે "1. સહજાન્મસ્વરૂપ એટલે કર્મથી જે વિકારી કે વિભાવરૂપ જીવનું સ્વરૂપ થઈ ગયું છે, તે 388