________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’..... ‘સહજાન્મસ્વરૂપ' એ અઘોરીમંત્ર, ગમે ત્યાં બોલી શકાય મુમુક્ષુ–સ્ત્રીઓને અડચણ હોય ત્યારે નિત્યનિયમ તથા સ્મરણ મનમાં કરી છે શકે કે કેમ? પૂજ્યશ્રી–એ બધું મનમાં કરવામાં કોઈ વાંધો નથી. પ્રભુશ્રીજી કહેતા હતા કે આ તો અઘોરી મંત્ર છે. આત્માને માટે છે અને આત્મા ક્યાં નથી! એટલે બધે જ બોલાય. એ ઉપર પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા. એક યતિનું દ્રષ્ટાંત - એક યતિ હતો. તે મંત્રથી ભૂત, પ્રેત કાઢતો હતો. એક માણસને ભૂત ભરાયેલું તે કાઢવા લાગ્યો. ત્યારે ભૂતે કહ્યું કે અહીં મને છેડતો નહીં, મને અહીં જ રહેવા દેજે. નહીં તો તારી વલે કરીશ. યતિએ કહ્યું બઘે મને યશ મળે છે અને અહીં તું મને અપયશ અપાવવા માગે છે? તે નહીં બને. એમ કહી મંત્ર ભણીને તેને (ભૂતને) કાઢ્યો. પછી ભૂત તેનું વેર લેવા લાગ શોઘવા માંડ્યો, પણ મંત્રને લઈને એનું કાંઈ ચાલે નહીં. તેથી તેણે વિચાર્યું કે જ્યારે દિશાએ જાય ત્યારે અશુચિ વખતે મંત્ર ન બોલી શકે; એટલે તે દિશાએ ગયેલો ત્યારે સમડીનું રૂપ લઈને ઝાપટ મારીને લોટામાંનું પાણી ઢોળી નાખ્યું અને પછી મોટા પાડાનું રૂપ લઈને એને મારવા ઘસ્યો. યતિએ જોયું કે લાગ જોઈને વેર લેવા આવ્યો છે, એટલે તરત જ એને અઘોરી મંત્ર યાદ આવ્યો તે મંત્રને ભણવા માંડ્યો, એટલે ભૂત તરત ભાગી ગયો. એમ આપણે મંત્ર ગમે ત્યાં બોલી શકીએ.” –બો.૧ (પૃ.૫૯) વઘારે વિકલ્પ આવે તો મોટેથી મંત્ર બોલવો, પણ મૂકી ન દેવો. “મુમુક્ષુ-સ્મરણ કરું છું ત્યારે બહુ મુંઝવણ થાય છે કે અહીંથી જતો રહું? ક્યાં જઉં? શું કરું? એમ મુઝવણ થાય છે. પૂજ્યશ્રી–બઘાં કર્મ છે. આવી આવીને જાય છે. ગભરાવું નહીં અને સ્મરણ છોડવું નહીં. સ્મરણથી એવું થાય છે, માટે સ્મરણ મૂકી દેવું, એમ ન કરવું. વઘારે વિકલ્પો આવે તો મોટેથી ઉતાવળે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમ ધૂન લગાવવી. મુઝાવું નહીં. સ્મરણ કર્યા જ કરવું.” -જૂનું બો.૧ (પૃ.૩૦૭) “બોઘામૃત ભાગ-૩' માંથી - સહજાત્માસ્વરૂપ પરમગુરુ “અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તોત્રોનો સાર હે પરમ કૃપાળુ! તેં આ મહામંત્રમાં પૂર્યો છે. અલ્પમતિ અને અનેક આવરણને લઈને તે ઉકેલતો નથી પણ અવશ્ય તે જ સંસારથી તારી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે એવી અતૂટ શ્રદ્ધા વૃદ્ધિગત થતી જાય છે, એ જ તારી સમીપ આવવાનું સાઘન અને નૌકાનો સઢ દૂરથી દેખાય તેવું આશાકેન્દ્ર છે. સર્વ હિંસા ટાળનાર એવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે અવિનાશી પરમપદ તેની સ્મૃતિ અમરતા 377