________________ આજ્ઞાભક્તિ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું ત્યાં ગયો. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમગુરુ નિગ્રંથ જપું કે “આતમભાવના = ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે જપું? છેવટે મારે શું કરવું? તેમને કૃપાળુદેવ પાસેથી મંત્ર નહીં મળેલો. પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે “આ તો કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે!? મરતાં સુધી તેઓની વૃત્તિ તેમાં જ રહી હતી.” -o.1 (પૃ.૩૩૯) કૃપાળુદેવ સહજાત્મસ્વરૂપ છે, શુદ્ધ આત્મા છે માટે તેમાં વૃત્તિ રાખવી “કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનો છે. મંત્ર સ્મરતાં મન કૃપાળુદેવમાં પરોવવું તો આનંદ આવે. મંત્રના ગુણો સાંભરે તો મન બીજે ન જાય. તેના વિચાર રહે તો શાંતિ રહે.” -બો.૧ (પૃ.૨૩૯) મંત્ર એ બીજ છે, એથી કેવળજ્ઞાનરૂપ વૃક્ષ થાય અને મોક્ષરૂપ ફળ આવે “મંત્ર છે તે જેવી તેવી વસ્તુ નથી. એ બીજ કહેવાય છે. એમાંથી વૃક્ષ થાય. વડનું બીજ જેમ નાનું હોય, તોપણ તેમાંથી મોટો વડ થાય છે, તેમ આ મંત્ર છે તે વડના બીજ જેવું છે. એની આરાધના કરે તો આત્માના ગુણો પ્રગટે. એક સમ્યગ્દર્શનગુણ પ્રગટે તો બઘા ગુણ પ્રગટે. “સર્વ ગુણાંશ તે સમ્યત્વ.” (95) પરભવમાં આ સાથે આવે એવું છે. અત્યારે તો જેટલું કરવું હોય તેટલું થાય. આટલી સામગ્રી ફરી ન મળે..... શું કરવા આવ્યો છે? શું કરે છે? એનો વારંવાર વિચાર કરવો. ઘર્મના કામમાં ઢીલ ન કરવી, કરી લેવું.” -બો.૧ (પૃ.૩૯૦) “સ્મરણનું વધારે જોર રાખવું. સ્મરણ હરતાં ફરતાં પણ કરવું.” -બો.૧ (પૃ.૪૮૧) આત્માનું કર્મમળરહિત શુદ્ધ સ્વરૂપ તે જ સહજાત્મસ્વરૂપ “મુમુક્ષુ–સહાત્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજાત્મસ્વરૂપ. જેમ સ્ફટિકરત્ન અન્ય પદાર્થના સંયોગે લીલો, પીળો, લાલ આદિ જેવો સંયોગ થાય તેવો દેખાય છે તે તેનું સહજસ્વરૂપ નથી. પણ જ્યારે એકલું નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજ સ્વરૂપ છે.” બો.૧ (પૃ.૪૮૦). મંત્ર મંચ્યો, સ્મરણ કરતો કાળકાટું હવે આ “મંત્રથી મંત્રાઈ જવું, પારકા બોલ ભૂલી, જ્ઞાનીના બોલમાં ચિત્ત રાખવું. જગતનાં કામોનું ગમે તેમ થાઓ, પણ આપણે તો જ્ઞાની કૃપાળુદેવનું જે કહેવું છે તેમાં જ રહેવું છે. પ્રભુશ્રીજી કહેતા કે ગાંડા થઈ જવું. સ્મરણમાં રહેવું.” ઓ.૧ (પૃ.૪૮૨) મંત્રનું અપૂર્વ માહાભ્ય લાગ્યું હોય તો જ અંત સુઘી એમાં ચિત્ત રહે જ્યાં સુધી ભાન હોય, શ્વાસોચ્છવાસ ચાલતા હોય, ત્યાં સુધી સ્મરણ ચૂકવું નહીં. એ થાય ક્યારે? અપૂર્વતા લાગે ત્યારે.” -જૂનું બો.૧ (પૃ.૩૦૭) 376