________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’... કામ કરતાં પણ સ્મરણ કરવું, કામ પૂરું થયે પણ સ્મરણ કરવું? “આપણને જે સ્મરણ મળ્યું છે તેને યાદ ન કરે અને પછી કહે કે સંકલ્પ- વિકલ્પ બહુ આવે છે. તો એ ભૂલ પોતાની છે. માટે હમેશાં સ્મરણ યાદ રાખવું. * કામ કરતો હોય ત્યારે પણ સ્મરણ કરવું અને કામ પૂરું થયે પણ સ્મરણ કરવું.” -ધો.૧ (પૃ.૧૦૯) શાસ્ત્રો કરતાં સ્મરણમાં વઘારે વૃત્તિ રાખવી' “સ્મરણ ન ભુલાય એવો લક્ષ રાખવો. શાતા અશાતામાં કે ગમે ત્યારે એ ન ભૂલવું. શાસ્ત્રો કરતાં સ્મરણમાં વઘારે વૃત્તિ રાખવી.” -o.1 (પૃ.૧૫૫) કામ હાથ પગથી અને મોઢે મંત્રનું સ્મરણ કરતા રહેવું “એક સમય પણ નકામો ન ગુમાવવો. હાલતા ફરતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ની ટેવ પાડવી. કામ કરવું હોય તો હાથ પગથી કરે છે, કંઈ મોઢાથી કરવું નથી. મોઢાથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું સ્મરણ કરતા રહેવું.” -બો.૧ (પૃ.૧૦૭) નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠિ છે. તે બધા “સહજાત્મસ્વરૂપમાં આવી જાય છે " “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠિ આવી જાય છે. પાંચેનું સ્વરૂપ સહજત્મસ્વરૂપ છે. આ મંત્ર છે તે આત્મા છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્રનો જાપ કર્યા કરવો. કામ તો હાથ પગથી કરવાનું છે પણ જીભ તો નવરી છે ને? સ્મરણ ભુલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર છે.” તે ઉપર એક દ્રષ્ટાંત છે. -બો.૧ (પૃ.૨૧૧) નિરંતર મંત્ર મોટે રહે તો મરણ અવશ્ય સુધરે એક પંડિતનું દ્રષ્ટાંત - એક પંડિત હતો. તે બહુ ભણેલો હતો. સ્મરણ શક્તિ એટલી બઘી હતી કે સો શ્લોકો કોઈ બીજો માણસ બોલતો હોય તે સાંભળી તે પંડિત સો શ્લોકો બોલી શકતો. તેણે સો શ્લોકોની રચના કરી હતી. તે મોઢે યાદ રાખી, પછી મોઢે જ તેની ટીકાની રચના કરી હતી. તે પંડિત છોકરાઓને ભણાવતો. એક દિવસે તે જાત્રા કરવા ગયો. ત્યાં તેને એક મહાપુરુષ મળ્યા. તેઓએ તે પંડિતને એક મંત્ર આપ્યો. પંડિત તે મંત્રમાં મગ્ન થઈ ગયો અને ગાંડા માણસની જેમ બોલ્યા કરે. પછી તે નિશાળમાં આવ્યો. છોકરાઓ આવીને તેને પૂછવા લાગ્યા કે આ શબ્દનો અર્થ શું? પંડિતે કહ્યું “કૃષ્ણ”. ફરી તે છોકરાઓએ બીજો શબ્દ પૂક્યો. પંડિતે ફરીથી કહ્યું, “કૃષ્ણ.” એમ ગમે તે શબ્દ પૂછે તો પણ તે પંડિત “કૃષ્ણ કૃષ્ણ” જ કહે. એવી રટના લગાવવાની છે. સ્મરણની ટેવ પાડી હોય તો મરણ વખતે યાદ આવે અને સમાધિમરણ થઈ જાય એવું છે.” -બો.૧ (પૃ.૨૧૧) કૃપાળુદેવના સમાગમી ત્રિભોવનભાઈએ અંત સુધી મંત્રમાં વૃત્તિ રાખી “ખંભાતમાં ત્રિભોવનભાઈનું શરીર બરાબર નહોતું, ત્યારે મનમાં તેઓને થવા લાગ્યું કે આ 375