________________ આજ્ઞાભક્તિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ શુદ્ધ ચૈતન્ય સ્વામી સહજાત્મસ્વરૂપ પરમગુરુ છે શ્રીમદ્ પરમકૃપાળુ દેવાધિદેવ સદ્ગુરુ દેવ શ્રી રાજચંદ્ર શુદ્ધ ચૈતન્યસ્વામી સહજાત્મસ્વરૂપ પરમગુરુને ત્રિકાળ નમસ્કાર હો! ત્રિકોણ શરણું હો! જય શ્રી ગુરુદેવ! જય ગુરુદેવ! જય ગુરુદેવ! ગુરુદેવની જય વર્તો, જય વર્તા!” (ઉ.પૃ.૬૫), મંત્રમાં વૃત્તિ રોકવી. નહીં તો નજર કરે ત્યાં મોહ થાય. બ્રાહ્મણનો દીકરો કોળીને ત્યાં ઊછર્યો અને પોતાને કોળી માનતો હતો; પછી તેના બાપે સમજાવ્યો ત્યારે ચેતીને સાધુ થઈ ગયો, તેમ ચેતવાનું છે. વીલો મૂક્યો તો સત્યાનાશ વળશે. ક્ષણ ક્ષણ ‘સહજત્મસ્વરૂપ પરમગુરુ” એટલે પોતાનું આત્મસ્વરૂપ જે છે તેને સંભારવું અને પરમાં વૃત્તિ જતી રોકવી. નહીં તો નજર કરતાં મોહ થાય. અને તે મહાબંઘનમાં લઈ જાય.” (ઉ.પૃ.૪૧૪) બોઘામૃત ભાગ-૧' માંથી - જેને અમૂલ્ય સમયનો ઉપયોગ કરવો હોય તો સ્મરણ કર્યા કરવું પૂજ્યશ્રી–સ્મરણ” એ અદ્ભુત વસ્તુ છે. સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર તથા સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર છે. આખો દિવસ તેનું રટણ કરવામાં આવતું હોય તો પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય સમયની ક્ષણ પણ નકામી ન જવા દેવી હોય તેને માટે સ્મરણ” એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસને હાથમાં દોરડું આવે તો તે ડૂબે નહીં, તેમ “સ્મરણ” એ સંસાર સમુદ્રમાંથી તારનાર વસ્તુ છે.” -બો.૧ (પૃ.૩૯) જ જો 3 ક 374