________________ સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’..... પણ ન રાખવી. યોગમાં તો માત્ર શ્વાસ સૂક્ષ્મ થાય છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે માટે માન્ય છે, એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે.” (ઉ.પૃ.૨૫૯) હાલતાં, ચાલતાં, કામ કરતાં પણ સ્મરણ કરવું પરમારથમાં પિંડ જ ગાળ' એટલે આત્માને અર્થે ભાવના કરવી. હાલતાં, ચાલતાં, કામ પ્રસંગમાં વર્તતાં પણ મનમાં સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું કરવું, એટલે ક્ષણે ક્ષણે તે મંત્ર સંભારવો, ભૂલવા જેવું નથી.” (ઉ.પૃ.૧૦૫) કૃપાળુદેવે મંત્ર આપી અનંત ઉપકાર કર્યો, એનો બદલો કોઈ રીતે ન વળે “પ્રભુશ્રી– (‘સહજ’ શબ્દ સાંભળતા) એણે શા કામ કર્યા છે! કેવો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર યોજી કાઢ્યો છે, પ્રભુ! તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં. પણ હવે સમજાય છે કે અહોહો! કેટલો ઉપકાર કર્યો છે! કાળ વહ્યો જ જાય છે; કંઈ થોભતો નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી, ચામડી ઉતરાવી તેના જોડા સિવડાવીએ તોય બદલો વળે તેમ નથી.” (ઉ.પૃ.૩૦૮) ભાન હોય ત્યાં સુધી મંત્રમાં ચિત્ત રોકવું. એના જેવું કોઈ શરણ નથી “જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બઘામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદ્ગુરુએ જાણ્યો છે માટે સદ્ગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ ભાવ, રુચિ, પ્રીતિ વઘારી હશે તે જ કામ કરશે.” (ઉ.પૃ.૩૯૨) જ્ઞાનીએ જોયો તેવો એક આત્મા જ મારો, એ શ્રદ્ધા સાથે મરણ ને સમાધિમરણ “મારા તો એક સત્વરૂપી પરમ કૃપાળુદેવ છે, અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જે છે, તે સહજાત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છે પદ જે પરમકૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજાં કંઈ નહીં માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રમય-સહજાત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું.” (ઉ.પૃ.૪૯૦) સહજાત્મસ્વરૂપમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ મારા ગુરુ છે “સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ-જ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી.” (ઉ.પૃ.૬૩) 373