________________ આજ્ઞાભક્તિ સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું અદ્ભુત માહાભ્ય ઉપદેશામૃત' માંથી - ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મહા ચમત્કારિક મંત્ર છે સહજાત્મસ્વરૂપ” એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે. શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે.” (ઉ.પૃ.૩૫૧) મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય છે. હાલ તે બની શકે તેમ છે. પછી જે બાકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે.” (ઉ.પૃ.૩૩૮) ચિત્રપટ સન્મુખ વૃષ્ટિ કરી મંત્ર ઉપર ઉપયોગ દેવો “જેમ બને તેમ શાંતિભાવે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” નામના મંત્રનો જાપ કરતા રહેવું. વારંવાર સ્મૃતિ મનમાં એની જ લાવ્યા કરશોજી. અને દેવાધિદેવ પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ દ્રષ્ટિ કરવી. તેમનાં દર્શન કરી મંત્ર પર ઉપયોગ દેવાની ભલામણ છેજી; તેમાં તમારું કલ્યાણ છે.” (ઉ.પૃ.૫૧) સહજાત્મસ્વરૂપ' એ જ આત્મા છે અને તે પ્રાપ્ત કરવાની જ આજ્ઞા છે અમને જે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાઘીએ છીએ, જેની અમને દ્રઢ શ્રદ્ધા છે તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ; કારણ કે અમારાં વચન ઉપર તમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જે પોતે આરાધે છે તે જ કહે છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે “સહજાત્મસ્વરૂપ” એ છે; અને એ જ આત્મા છે, એમ દ્રઢ શ્રદ્ધા રાખવી. આ તો સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતા, આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ માની દ્રઢ શ્રદ્ધાથી આરાઘન કરવું.” (ઉ.પૃ.૪૮૯) મંત્રનો જાપ જારી રાખે તો જડ જેવા શરીરમાં ચેતન જણાય અમે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી પણ વિકલ્પ ઊઠે કે “હજી કેમ કંઈ જણાતું નથી? આત્મા હોય તો કંઈક દેખાયને?” પણ અરૂપી આત્મા દેખાય? પછી કૃપાળુદેવને વાત કરી કે મંત્રનો જાપ ખૂબ કર્યો પણ તમે કહો છો તેવું કેમ કંઈ જણાતું નથી? “કંઈ નહીં, હજી જારી રાખો.” એવો જવાબ મળ્યો. આ જડ જેવા દેખાતા દેહમાં ચેતન જણાય છે. પણ વિશ્વાસ અને દ્રઢતાથી ગુરુઆજ્ઞાનું પાલન કરવું અને જોવા કરવાની ઇચ્છા 372