________________ યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો.......... ‘યમનિયમ' કાવ્યની પહેલી ગાથાના પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ અર્થ કરી ' ન સમજાવ્યા તે નીચે પ્રમાણે છે : આઠ દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિમાં પંચ મહાવ્રત, બીજી દ્રષ્ટિમાં આ પાંચ નિયમો : કહ્યાં છે— યમ –“યમ એટલે શું? અને તે કેટલા છે? જીવનપર્યત વ્રત લેવામાં આવે તે યમ છે. યમ પાંચ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ –પણ પાંચ કહેવાય છે. શૌચ, સંતોષ, તપ, સઝાય અને ઇશ્વરધ્યાન. (1) શૌચ- લોભ નહીં તે. આત્માને મલિન કરનાર લોભ છે. બાહ્યથી શરીર પવિત્ર રાખે તે બાહ્ય શોચ. મનમાં રાગદ્વેષ ન થવા દે તે અત્યંતર શૌચ. (2) સંતોષ– એટલે લાભ થાય તેથી રાજી ન થાય અને હાનિ થાય તો શોક ન કરે. | (3) તપ- એટલે મનના કહ્યા પ્રમાણે વર્તે નહીં પણ તેની સામો પડે. (4) સક્ઝાય- એટલે શાસ્ત્રોને વિચારવા સ્વાધ્યાય કરે. (5) ઇશ્વરધ્યાન– એટલે ભગવાનને ભૂલે નહીં. એક ભગવાનમાં જ લક્ષ રાખે. ખાતાં, પીતાં, પહેલા ભગવાનને સંભારે, આ પાંચ નિયમો કહેવાય છે.” બહાર ભટકતી વૃત્તિઓને રોકવી તે પણ સંયમ છે. વૈરાગ્ય હોય તો થાય. સંયમ– પાંચ ઇન્દ્રિયો અને મનને જીતે અને છ કાય જીવની રક્ષા કરે, એમ બાર પ્રકારે સંયમ છે. સંયમમાં સ્વદયા અને પરદા પાળે. કૃપાળુદેવે “અપૂર્વ અવસરમાં કહ્યું છે કે “સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.” સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. બહાર ભટકતી વૃત્તિઓને રોકવી તે પણ સંયમ છે. એવો સંયમ, વૈરાગ્ય હોય તો થાય. આ યમ, નિયમ, સંયમ બઘા જીવે “આપ કિયો’ એટલે સ્વચ્છેદે કર્યા છે, અથવા અજ્ઞાનીના આશ્રયે કર્યા છે. પોતાની મેળે કરે અથવા અજ્ઞાનીની આજ્ઞાથી કરે તો કંઈ લાભ થાય નહીં.” બીજ ત્યાગ કર્યા પણ દેહને આત્મા માનવાનો ત્યાગ ન કર્યો “ત્યાગ એટલે શું? “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (વ.પૃ.૪૫૨) તાદાસ્ય એટલે દેહને આત્મારૂપ માનવો, દેહ તે જ આત્મા માનવો. એવા અધ્યાસનો ત્યાગ તે ખરો ત્યાગ છે. ભગવાને એને ત્યાગ કહ્યો છે. પણ જીવે એવો ત્યાગ કર્યો નથી. સ્વચ્છંદી થઈને બાહ્ય ત્યાગ વગેરે કર્યા છે. જો ખરો ત્યાગ કર્યો હોત તો આજે સંસારમાં હોત જ નહીં.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૯) સ્વચ્છેદે ત્યાગ કર્યો. સદ્ગુરુ આજ્ઞાથી કર્યો હોત તો સંસારનો નાશ થાત તામલી તાપસનું દૃષ્ટાંત- “તામ્રલિસી નગરીમાં તાલી નામે શેઠ વસતો હતો. એક 285