________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન (તોટક છંદ) “યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પા લગાય દિયો.” 1 અર્થ - યમ- આજીવન વ્રત લેવા તે “યમ” કહેવાય છે. જેમકે પાંચ અણુવ્રત કે પાંચ મહાવ્રત. તેમાં પણ ક્વચિત્ આગાર એટલે છૂટ રાખવી પડે કેમકે પૂર્ણપણે સર્વ વખતે વ્રત ન પળે; પણ પ્રયત્ન તેની પૂર્ણતાએ પહોંચવા માટેનો જ હોય. નિયમ” એટલે થોડા વખત માટે જે ખાસ નિયમ કરીએ તે નિયમ કહેવાય. જેમકે એક મહિના સુધી મારે અમુક વસ્તુનો ત્યાગ છે અથવા આજે મારે મૌન છે કે ઉપવાસ છે આદિ. “સંયમ” એટલે પાંચ ઇન્દ્રિયો અને મનને પોતપોતાના વિષયોમાં જતું રોકવું તે ઇન્દ્રિય સંયમ, અને પાંચ સ્થાવર જીવોરૂપ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને હાલતાચાલતા જીવોરૂપ ત્રસકાયની રક્ષા કરવી તે પ્રાણીસંયમ કહેવાય છે. આ બેય મળીને બાર પ્રકારનો સંયમ છે. તેને “આપ કિયો' એટલે સ્વચ્છેદે અર્થાત્ પોતાની મરજી પ્રમાણે યમ, નિયમ, કે સંયમ પાળ્યા અથવા કુગુરની આજ્ઞાએ તેણે જેમ કહ્યું તેમ કર્યું. પુનિ એટલે વળી. ત્યાગ - વળી બાહ્ય ત્યાગ અનેક પ્રકારે કર્યો પણ ખરેખર ત્યાગ કરવાયોગ્ય એવી દેહમાં આત્મબુદ્ધિ તેનો ત્યાગ ન કર્યો. બિરાગ એટલે વૈરાગ્ય- મોહગર્ભિત વૈરાગ્ય કે દુઃખગર્ભિત વૈરાગ્ય અથાગ એટલે અનેકવાર ખૂબ કર્યો પણ જ્ઞાનગર્ભિત એટલે ત્યાગ વૈરાગ્ય આદિની સાચી સમજણ મેળવીને કે સંસાર પરથી વિરક્તભાવ લાવીને, અંતઆત્મામાં રહેલી આસક્તિને તોડી નહીં. આસક્તિ એટલે પરપદાર્થ પ્રત્યે મનમાં રહેલો તીવ્ર રાગ તેને દૂર કર્યો નહીં. તેથી આત્મામાં રહેલી ઇન્દ્રિયોની વાસના ગઈ નહીં અને સાચો ત્યાગ આવ્યો નહીં. વનવાસ - નિર્જન જંગલમાં બધું છોડીને એકલો મૌનપણે રહ્યો. છતાં આત્મજ્ઞાન ન હોવાથી અંતર્વાચારૂપ સંકલ્પ વિકલ્પ મટ્યા નહીં, તે તો તેમજ ચાલુ રહ્યાં. દ્રઢ આસન પધ- એટલે ચલાયમાન ન થવાય એવું દ્રઢ પદ્માસન લગાવીને કલાકો સુધી બેસી રહ્યો. એવી સર્વ ક્રિયાઓ બહારથી કરી, પણ અંતરમાં રહેલી અનાદિની વિષયકષાયની વૃત્તિઓ ઘટી નહીં; ઉપર કહેલી સર્વ પ્રકારની ક્રિયાઓ કરવા છતાં તે તો એમની એમ જ રહી. માટે સ્વચ્છેદે કરેલા યમ, નિયમ, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ બઘા સાઘનો વૃથા ગયા; પણ જન્મમરણથી છૂટવાના કારણે થયા નહીં. 284