________________ ચમ નિયમ' (વિવેચન સહિત) (આઠ ટોટક છંદ) પરમકૃપાળુદેવ દ્વારા રચિત “યમનિયમ' કાવ્યના આઠ ટોટક છંદ છે. માટે એને આઠ ટોટક છંદ' પણ કહે છે. અને “શું સાઘન બાકી રહ્યું?” એમ પણ કહે છે. તો કે આ જીવે અનંતકાળથી પરિભ્રમણ કરતાં, ભૂતકાળમાં આત્મકલ્યાણ માટે અનેક સાઘન સ્વમતિ કલ્પનાએ કે કુગુરુ આશ્રયે કર્યા, પણ સદ્ગુરુની આજ્ઞાએ નહીં કર્યા; તે આત્માને ભૂલીને કર્યા. એ જ સાઘન બાકી રહ્યું. તેથી જીવ જન્મમરણના દુઃખમાંથી હજી છૂટ્યો નહીં. વળી બીજું નામ “યમ નિયમ'નું કેવલ્ય બીજ શું?” એટલે કેવળજ્ઞાનનું બીજ શું? તો સમકિત. સમતિ હોય તો કેવળજ્ઞાન આવે તો તે સમકિત અનંતકાળમાં કેમ ન આવ્યું? તે માટે આ “યમનિયમ' કાવ્યમાં તેના કારણો અને તેના ઉપાયો બેય બતાવેલ છે. જેનું ચિંતન કરતાં જીવને વિશેષ પુરુષાર્થ વર્ધમાન થવાનો હેતુ છે. આના વિષે પરમકૃપાળુદેવ પત્રાંક પ૩૪માં જણાવે છે : જીવે શું આચરવું બાકી અને અત્યાર સુઘી જે આચર્યું તે કેમ વૃથા થયું? “બીજા આઠ ટોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોઘ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે.” (વ.પૃ.૪૩૪) હે પ્રભુની સાથે આ આઠ ટોટક છંદ એટલે યમનિયમની આ આઠ ગાથાઓ પણ ચિંતન કરવા યોગ્ય છે કે જેમાં આ જીવને અનંતકાળના પરિભ્રમણમાં શું આચરવું બાકી રહી ગયું, અને આજ સુધી પરમાર્થ એટલે આત્માર્થના નામે જે જે ઘર્મની ક્રિયાઓ કરી તે બધી ફોક કેમ ગઈ, તેનું શું કારણ? છતાં તેજ ક્રિયાઓ કરવાનો પોતાના મનની કલ્પનાએ આગ્રહ રહે છે. તે આગ્રહ નિવૃત્ત કરવા માટેનો જેમાં બોઘ છે–એવા યમનિયમના આઠ ટોટક છંદ પણ સાથે વિચારવા યોગ્ય છે. જેથી સમ્યક્ રીતે વિશેષ પુરુષાર્થ ઉપડવાનું તે કારણ છે. શું સાધન બાકી રહ્યું! કૈવલ્યબીજ શું? કૈવલ્યબીજ એટલે શું? કેવળજ્ઞાનનું બીજ સમકિત છે. જે જીવ સદ્ગુરુની આજ્ઞાને હૃદયમાં પ્રેમપૂર્વક ઘારણ કરે તેના આત્મામાં આ સમકિતરૂપ બીજ રોપાય છે. 283