________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન દિવસ તેને અર્ધી રાત્રે વિચાર આવ્યો કે હું પૂર્વના પુણ્યથી પૈસા વગેરે બધી સામગ્રી પામ્યો છું. તેથી પરભવ માટે મારે તપ વગેરે કરવું જોઈએ. એમ વિચારી દિવસ ઊગ્યે પોતાના પુત્રને સર્વ વાત જણાવી. ગૃહભાર સોંપીને વૈરાગ્યપરાયણ થઈ તાપસી દીક્ષા લીધી. અને નદીના કાંઠા ઉપર રહેવા લાગ્યો. તેમજ કાયમ બબ્બે ઉપવાસ કરીને પારણું કરવા લાગ્યો. પારણાના દિવસે પણ જે આહાર લાવતો તેને નદીના જળથી એકવીશવાર ઘોઈ નીરસ કરીને ખાતો હતો અને ઉપર પાછા બબ્બે ઉપવાસ કરતો હતો. એ પ્રમાણે સાઠ હજાર વર્ષ સુધી તેણે દુષ્કર અજ્ઞાનતપ કર્યું. છેવટે અનશન અંગીકાર કર્યું. તે અવસરે બલીંદ્ર ચ્યવી ગયેલ હોવાથી બલિચંચા રાજઘાનીમાં રહેનારા અસુરોએ આવી, અનેક પ્રકારનાં નાટ્ય અને સમૃદ્ધિ બતાવી તામલી તાપસને વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન! તમે નિયાણું કરી અમારા સ્વામી થાઓ. અમે સ્વામી રહિત છીએ.” MKIN વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું “અંત સમયે દેવલોકનો વૈભવ બતાવી નિયાણું કરવા જણાવ્યું પણ એ મંદકદાગ્રહી, ગુણગ્રાહી તપસ્વીએ ક્યાંય સાંભળેલું કે વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું; તો આ વખતે મારે કશી દેવલોક આદિની ઇચ્છા કરવી નથી એમ જાણે અજાણે, બીજી શ્રદ્ધા અંગીકાર કરેલી છતાં વીતરાગ-વચનનું બહુમાનપણું અને તે વચનનું કસોટીને પ્રસંગે યાદ કરી અમલમાં મુકવું એ 286