________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન તેવી ગાથા કીઘા પછી કહ્યું કે તમો અમારી પૂર્ણ ખાતરી કરજો અમે અમારા અર્થે કંઈ સ્વાર્થ ઇચ્છીએ ત્યારે તમે જાણજો કે તે માર્ગ ભૂલ્યા છે. આ ભવિષ્યમાં સ્મરણ રહેવા તમને કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારે કહ્યું હતું.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૯૧) કુદેવ, કુગુરુ અને કુઘર્મના આશ્રયે પૂર્વે સૌ સાઘન કર્યા તો મારા કર્મબંઘનો કેવી રીતે જાય? જ્યારે સાચા જ્ઞાની પુરુષ પ્રત્યે ઓધે એટલે કહેતા કહેતી સાંભળીને પણ જો પ્રેમ આવ્યો હોય તો પણ જીવ કલ્યાણ પામે. પણ ગુરુ નિઃસ્વાર્થી અને આત્મજ્ઞાની હોવા જોઈએ; જો કુગુરુ હોય તો સંસારમાં પરિભ્રમણ વૃદ્ધિનું જ કારણ થાય. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય' શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : પૂર્વે પોતાની કલ્પનાથી સાઘન કર્યા માટે સહુ સાઘન બંધનરૂપ થયા “જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) જ્ઞાની પુરુષની આજ્ઞાથી સાઘન કરે તો બધા સાઘન સવળા થાય “જીવના પૂર્વકાળનાં બઘાં માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૨) હવે પુરુષનો યોગ થયો તો મારા સર્વ સાઘન સફળ થશે “જીવને પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સપુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે.” (વ.પૃ.૪૧૯) ઘર્મના સર્વ સાઘન આત્માને ઓળખવા માટે છે “બઘા ઘર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજા બધાં સાઘન છે તે જે ઠેકાણે જોઈએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધનો છે.” (વ.પૃ.૭૧૫) 266