________________ સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”... સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય'.... હે પ્રભુ! અજ્ઞાન અવસ્થામાં સ્વચ્છેદે કે કુગુરુ આશ્રયે મોક્ષને અર્થે કરેલા - યમનિયમાદિ સર્વ સાધન છૂટવાને બદલે બંધનરૂપ થયા. બઘો પુરુષાર્થ નકામો ગયો એટલું જ નહીં પણ તે સાધન આત્માને કર્મ બંઘાવનાર નીવડ્યા. સન્માર્ગમાં વિઘ્નરૂપ થયા. સાચો મોક્ષમાર્ગ હાથ આવે તો જીવનો મોક્ષ થયા વિના રહે નહીં “નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયો, પણ નિવેડો આવ્યો નહીં. આ માર્ગ નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તો હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માર્ગ જુદો જ હોવો જોઈએ.” (વ.પૃ.૭૩૩) “બીજા સાઘન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્દગુરુ થકી, ઉલટો વધ્યો ઉતાપ.” -શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી ત્રિભોવન માણેકચંદ ખંભાતના પ્રસંગમાંથી) અસથુરુ પોતે બુડે અને બીજાને પણ બુડાડે શ્રી રામચંદ્રજીનું દૃષ્ટાંત –“એકવાર સાહેબજીએ કહ્યું કે અસદ્ગુરુ પોતે રખડે અને તેના આશ્રયે આવેલા જીવો હોય તે પણ રખડે. ઈત્યાદિ વાતો કર્યા પછી કહ્યું કે શ્રી રામચંદ્રજી જ્યારે કૈલાસ પધાર્યા હતા, ત્યારે દેવોને કહ્યું કે “અયોધ્યામાંથી જે જે દુઃખી મનુષ્યો હોય તેઓને લાવો. દેવો લાવ્યા પછી ફરીથી રામચંદ્રજીએ કીધું કે હવે કોઈ ત્યાં છે? ત્યારે દેવોએ કહ્યું કે હવે ત્યાં કોઈ નથી રહ્યું પણ એક કૂતરો છે. તેના શરીરમાં બહુ કીડા પડ્યા છે. તેથી તે બહુ દુઃખ પામે છે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું–જાઓ તેને સાચવીને લાવો. એક કીડો પણ બહાર પડી જાય નહી, તેવી રીતે તે કૂતરાને લાવો. દેવો તેને સાચવીને લાવ્યા. રામચંદ્રજીએ કૂતરા પર પાણી છાંટ્યું. એટલે કૂતરા પર જે કીડા હતા તે મનુષ્યો થઈ ગયા. તેને રામચંદ્રજીએ પૂછ્યું કે તમે આ કૂતરાને કેમ પીડો છો? ત્યારે તેણે રામચંદ્રજીને કહ્યું આ કૂતરાનો જીવ તે પૂર્વે અમારો ગુરુ હતો અને અમે તેના શિષ્ય હતા. અમો એના આઘીન વર્તતા હતા. અમે એને તન, મન, ઘન અર્પણ કર્યા હતા. તેણે અમારું કલ્યાણ કર્યું નહીં. પણ અમારું તન, મન, ઘન હરણ કરી ગયો. તે લેણું અમે આ પ્રકારે લઈએ છીએ અને અમે આવા અવતાર ઘારણ કરીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૮૮) કહેતા કહેતી પણ સપુરુષ પ્રત્યે પ્રેમ આવ્યો, તે જીવ કલ્યાણ પામે આ કથા સાહેબજીએ અમોને કહી સંભળાવી અને પછી કહ્યું કે એક સપુરુષ પ્રત્યે જેનો ઓધે રાગ હોય તે પણ કલ્યાણ પામે. તે ઉપર એક ગાથા કહી. ઓઘે જેને તેનો રાગ, એ વિના નહીં બીજો લાગ; સુમતિ ગ્રંથ અર્થ અગાઘ. 265