________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન f: કુત પ્રતિમા અંગીકાર કરી. અન્યદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતા શરદઋતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રિને વિષે પ્રતિમા ઘારણ કરીને રહ્યા. ત્યાં સોયના જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર એવા નિરંતર વળગી રહેલા તે ડાંસોએ કરીને સુવર્ણના વર્ણ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામ વર્ણ થઈ ગયા. તે ડાંસોના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી તો પણ ક્ષમાઘારી તે મુનિ સહન કરતા હતા, અને તે ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઊલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણતરીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનંતીવાર સહન કરી છે. કેમકે परमाधार्मिकोत्पन्ना, मिथोजाः क्षेत्रजास्तथा / नारकाणां व्यथा वक्तुं, पार्यते ज्ञानिनापि न // 1 // ભાવાર્થ - “નારકીઓની પરમાઘાર્મિક ઉત્પન્ન કરેલી, પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વ્યથાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી अन्यद्वपुरिदं जीवाजीवश्चान्यः शरीरतः / जानन्नपीति को दक्षः, करोति ममतां तनौ // 2 // ભાવાર્થ –“આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ શરીરથી જુદો છે. એમ જાણતા છતાં પણ કયો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે ?" દેહ એ પુદ્ગલનો પિંડ છે, અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઘર્મવાળો છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વ (પોતાના) રૂપનો કર્તા છે, સ્વ-રૂપનો ભોક્તા છે, સ્વ-રૂપમાં જ રમણ કરનાર છે, જેનું ભવભ્રમણ મટી ગયું છે અને પૌગલિક પરભાવના કર્તુત્વાદિ ઘર્મથી રહિત છે.” ઇત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતા સતા તે મુનિ તે મહા વ્યથાને સહન કરતા હતા. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું, તેથી તે જ રાત્રિએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ઘારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગસુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ નિપુણ મુનિવરોએ આ જિનવચનને અંગીકાર કરવા.” (પૃ.૧૨૩) “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સસાધન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય.” 17 અર્થ - “હે પ્રભુ! જેટલાં સાઘનો કર્યા તેનાથી બંઘન જ થયું. હવે મને કોઈ ઉપાય સૂઝતો નથી. જ્યાં સુધી સત્સાઘનને હું નથી સમજ્યો ત્યાં સુધી બંઘન કેવી રીતે જાય? સાચો માર્ગ સદ્ગુરુ સિવાય બતાવનાર કોઈ નથી. સદ્ગુરુના કહેવા પ્રમાણે ચાલવા જેવું છે.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) 264