________________ પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક'..... પરભાવનિવૃત્તિરૂપ જે સંયમરૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુનો નાશ 6 કી કરવાને સમર્થ થાય છે. આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનથી અધિષ્ઠિત થયેલો હોવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિલોકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તત્ત્વરસનું પાન કરવા વડે સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરીને પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપનો સાઘક થાય છે. આ સંબંઘમાં ઉદાહરણ છે તે નીચે પ્રમાણે વિવેકે કરી હજારો ડાંસોનો-ઉપસર્ગ સહન કર્યો શ્રમણભદ્રનું દૃષ્ટાંત - ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ઘર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ઘર્મોપદેશ સાંભળ્યો કે– यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते / शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा // 1 // ભાવાર્થ –“જેમ સુભટોએ કરેલું યુદ્ધ રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જયપરાજયરૂપી ફળ રાજામાં આરોપણ કરાય છે–આ રાજા જીત્યો કે હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંઘાયેલા કર્મઢંઘોના સામ્રાજ્યનો આરોપ પણ શુદ્ધ આત્માને વિષે જ કરાય છે.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રુતસાગરનો પાર પામ્યા, અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર - જો કોઈ Ins જ, કે - ર 263