________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ભાવાર્થ –“સર્વદા દૂઘ અને જળની જેમ એકરૂપ થઈ ગયેલા એવા કર્મ I અને જીવને આ વિવેકી મુનિરૂપી હંસ પૃથક્ કરે છે.” જ્ઞાનાવરણીય આદિક કર્મ અને સચ્ચિદાનંદરૂપ જીવ તે સર્વ કાળ દૂઘ અને જળની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક્ કરે છે, તે મુનિહંસ વિવેકવાન કહેવાય છે. વિશેષાર્થ –હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ની જે પરીક્ષા તે વિવેક કહેવાય છે. તેના બે ભેદ છે - ઘન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વગેરેમાં જે નિપુણતા તે લૌકિક વિવેકદ્રવ્યવિવેક કહેવાય છે, અને લોકોત્તર એવો ભાવવિવેક તો ઘર્મનીતિ જાણનારને હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ-તેની વહેંચણ કરવી અર્થાત્ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્યવિવેક કહેવાય છે; અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ–તેની જે વહેંચણ કરવી-વિભાગ કરવો તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે વેહાત્માદ્યવિવેaોડયું, સર્વદા સુમો મવેત્ | મોટટ્યાપિ તદ્ધ, વિવેત્ત્વતિયુર્કમ: III ભાવાર્થ –“દેહ એ જ આત્મા છે ઇત્યાદિ જે અવિવેક તે તો સર્વદા સુલભ છે; પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંઘી) જે વિવેક તે કોટીભવે પણ અતિ દુર્લભ છે.” વિશેષાર્થ આત્માના ત્રણ ભેદ છે. બાહ્યાત્મા, અત્તરાત્મા અને પરમાત્મા. જેને દેહ, મન, વાણી વિગેરેમાં આત્મત્વ બુદ્ધિ છે, એટલે દેહ જ આત્મા છે વગેરે, એ પ્રમાણે સર્વ પૌલિક પ્રવર્તનમાં જેને આત્મત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાદ્રષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાદ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષે જ જેને આત્મબુદ્ધિ છે તે અન્તરાત્મા કહેવાય છે. અવિરતિ સમ્યવૃષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી આરંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુઘી અન્તરાત્મા કહેવાય છે, અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપયોગવાળા છે તે પરમાત્મા કહેવાય છે. તે તેરમા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદના વિવેક કરીને સર્વ સાધ્ય છે. દેહ એટલે શરીર અને “આદિ' શબ્દથી મન, વાણી ને કાયા તેને વિષે “આ જ આત્મા છે' એમ જ માનવું તે અવિવેક છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે; ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક છે; તેવો વિવેક કોટીભવે પણ અતિ દુર્લભ છે. સમ્યવ્રુષ્ટિ જીવને જ તેવું ભેદજ્ઞાન હોય છે. संयमानं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः / धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् // 1 // ભાવાર્થ - વિવેકરૂપી સરાણે કરીને તેજસ્વી કરેલું અને ધૃતિ (સંતોષ)રૂપ તીક્ષ્ણ ઘારવાળું 262