________________ પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક'..... પરંતુ પરમાર્થ ભાષા કે અધ્યાત્મ શાસ્ત્રોમાં વિવેકનો અર્થ આત્મા સંબંધી ઓળખાણ કે દેહાદિથી ભિન્ન પોતાનું સ્વરૂપ સમજવું એવો થાય છે. એ રીતે વિવેકને ભેદજ્ઞાન પણ કહેવાય છે, સમ્યકજ્ઞાન પણ કહેવાય છે " -પ્રવેશિકા (પૃ.૨૧૦) શ્રીમદ્ રાજચંદ્ર માંથી - આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં “લઘુ શિષ્યો–અહો! વિવેક એ જ ઘર્મનું મૂળ અને ઘર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ઘર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંઘીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું.” મોક્ષમાળા (વ.પૃ.૯૪) છ પદને વિચારવાથી વિવેકજ્ઞાન અથવા સમ્યક્રદર્શન પ્રગટે “આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મને કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે', તેથી તે નિવૃત્તિ થઈ શકે છે', અને નિવૃત્ત થઈ શકવાનાં સાઘન છે', એ જ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવાયોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.” (વ.પ્ર.૪પર) સંસારના અનિત્ય પદાર્થમાં મોહ હોવાને લીધે છ પદની શ્રદ્ધા થતી નથી અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ ચાલે છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે.” (વ.પૃ.૪૫૩) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫” માંથી - "कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् / विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् // 9 // 261