________________ “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”..... આત્માને જન્મમરણથી છોડાવવા માટે બધી ક્રિયાઓ છે; બંઘન માટે નથી “સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો * લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે. બંઘનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પ્ર.૨૫૬) બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં' એવા ભેખધારીને નમવું પડે તો કેવા ભાવ રાખવા? “મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે અમારે ભેખધારીને નમવું પડે છે. તો નમવું કે ન નમવું તેનો પ્રત્યુત્તર કૃપાળુદેવે એમ આપ્યો કે - નમવું ખરું પણ મનમાં એવી ભાવના ભાવવી કે કોઈકાળે ભવાંતરમાં પણ તમારું દર્શન ન થશો. હવે તમારાથી થાક્યા, તમને પગે લાગીએ છીએ. દરેકે ન છૂટકે કરવી ક્રિયામાં એવી ભાવના રાખવી કે ભવાંતરે પણ તું સામો ન આવીશ.” -પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૮ (પૃ.૩૪) અનાદિકાળથી જીવ આત્મજ્ઞાનરહિત એવા કહેવાતા ગુરુને આશ્રયે વર્તવાથી કે સ્વચ્છેદે વર્તવાથી એના સર્વ ઘર્મના સાઘનો પણ બંધનરૂપ જ થયા. પણ આત્મજ્ઞાન પામ્યો નહીં. કેમકે આત્મજ્ઞાન રહિત ગુરુ કદી આત્મજ્ઞાન પમાડી શકે નહીં. માટે સાચા આત્મજ્ઞાની ગુરુની જ શોધ કરી તેની આજ્ઞાનું પાલન કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેથી સર્વ દુઃખથી મુક્ત થઈ શકાય છે. “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય બોઘામૃત ભાગ-૧' માંથી - હું કંઈ જાણતો નથી એમ વિચારી જ્ઞાની કહે તેમ જાણવું અને માનવું “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” જે ઘણું કરીને થાક્યા છે તેનાં આ વચનો છે. ઘણુંયે કર્યું તોય જન્મ મરણ છૂટ્યાં નહીં. પોતાનો અનુભવ જ કૃપાળુદેવે કહ્યો છે. કરુણા આવવાથી કહ્યું છે. જીવનો સ્વભાવ એવો છે કે દેખવા માટે કલ્પના કરે છે. સાચી વસ્તુ કલ્પનામાં આવે એવી નથી. જ્ઞાનીએ જે જોયું છે તેને આઘારે વિચાર કરવો. પહેલું કરવાનું, ‘હું કંઈ જાણતો નથી', સાચું જ્ઞાનીએ જાણ્યું છે. જ્ઞાનીએ યથાર્થ જાણ્યું છે. કલ્પના હશે ત્યાં સુધી સાચું બેસશે નહીં. આત્માની કલ્પના ન કરવી. જ્ઞાનીએ આત્મા જામ્યો છે તેવો છે. મારે તે જાણવો છે, એમ રાખવું. મધ્યસ્થ રહેવું. જ્ઞાનીએ જાણ્યું છે તે યથાર્થ છે. આત્મભાવના કઈ? તો કે જ્ઞાનીએ ભાવી છે. જ્ઞાનીના આશ્રયે ભાવના કરવાની છે. કલ્પનાથી જીવ છેતરાય છે. એટલા માટે જ કૃપાળુદેવે પહેલું એ જ કહ્યું–બીજાં કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વન્ય જા.” (76) -બો.૧ (પૃ.૩૧૪) 267