________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન / \ જે રાગદ્વેષથી છૂટ્યા એવા સપુરુષ મોક્ષનો માર્ગ બતાવી શકે, બીજા નહીં રાજા અને શાસ્ત્રીનું દ્રષ્ટાંત - “એક રાજા હતો. તે શાસ્ત્રી પાસે સૂત્ર સાંભળવા જાય. તેમાં એમ આવે કે આ સૂત્ર સાંભળે તેનો અવશ્ય મોક્ષ થાય અને એને સાંભળવાથી અમુક અમુક મોક્ષે ગયા છે. એ સાંભળી રાજા બહુ આનંદ પામ્યો. એમ કરતાં કરતાં દશ ચોમાસાં નીકળી ગયાં. પછી રાજાએ વિચાર કર્યો કે કેમ મોક્ષ થતો નથી? એવામાં કોઈ એક આચાર્ય પધાર્યા. ત્યારે રાજાએ પૂછ્યું, “મહારાજ, મોક્ષ કેમ થતો નથી? આચાર્યે કહ્યું, “મોક્ષે જવું છે કે વાતો જ કરવી છે?” રાજાએ કહ્યું, “ના, મોક્ષે તો જવું છે.' મહારાજે કહ્યું, “સવારે પેલા શાસ્ત્રીને લઈને ઘર્મશાળામાં આવજે.” બીજે દિવસે રાજા અને શાસ્ત્રી બન્ને આવ્યા. બધી સભા એકઠી થઈ. પછી મહારાજે તો પેલા શાસ્ત્રીને થાંભલે બાંધી દીઘો અને રાજાને પણ બીજા થાંભલે બાંધી દીધો. પછી મહારાજ બોલ્યા, “શાસ્ત્રીજી, પેલા રાજાને છૂટો કરો.” શાસ્ત્રીજીએ કહ્યું, “મહારાજ, હું તો બંઘાયેલો છું, કેમ છૂટો કરું ?" પછી રાજાને કહ્યું, “તમે શાસ્ત્રીને છૂટો કરો.” રાજાએ કહ્યું, “એ તો કેમ બને?” - 268