________________ સસાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય’.... ત્યારે મહારાજે કહ્યું, “બન્ને સમજી ગયા ને?” પછી રાજાએ કહ્યું, “ખુલ્લા fe 1 શબ્દોમાં કહો જેથી અમને ખબર પડે.” આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ, બંધાયેલો કેમ છોડાવે? પણ છૂટો હોય તે છોડાવી શકે. તેમ જ, મોક્ષ થવા માટે જે મોક્ષ ભણી જવા મંડ્યા છે, જે સંસારના પરિગ્રહથી અને રાગદ્વેષરૂપ કષાયથી છૂટા થયા છે એવા સપુરુષો મોક્ષે જવાનો રસ્તો બતાવી શકે; અને પછી જો જીવ તેના કહ્યા પ્રમાણે આજ્ઞા આરાધે તો અવશ્ય મોક્ષ થાય, પણ વાતો કરવાથી થાય નહીં.” " -બો.૧ (પૃ.૭૩) સસાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય'.. જાના કર્મબંધનોને તોડનાર જે સત્સાઘન છે તેને તો હું સમજ્યો પણ નહીં. ખોટી મિથ્યામાન્યતાઓ કે કદાગ્રહોને દૂર કરનાર સદ્ગુરુ ભગવંતનો બોઘ છે. તેને મેં જાણ્યો નહીં, સાંભળ્યો નહીં, શ્રદ્ધક્યો નહીં, તો મારા કર્મબંઘ ન કરનાર સ્વચ્છંદ કે આગ્રહો કેવી રીતે દૂર થાય? ન જ થાય. માટે હે પ્રભુ! હવે હું આપનું શરણ અંગીકાર કરું છું. “પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુઘા શ્રવણે જતાં, થયું હૃદય ગત શોક. નિશ્ચય એથી આવીયો, ટળશે અહી ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (વ.પૃ.૨૩૧) શ્રીમદ્ રાજચંદ્ર માંથી - માનો પૂર્વે સાઘન મળ્યા પણ શ્રદ્ધા ન કરી તો તે નહીં મળ્યા બરાબર છે જગતમાં સપરમાત્માની ભક્તિ-સગુન્સસંગ–સતુશાસ્ત્રાધ્યયન–સમ્યકુદ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોઘ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.” (વ.પૃ.૧૭૮) દેહમાં મારાપણું અને પરમાં મારાપણું એ મિથ્યાત્વ છે. તેને મૂળથી છેદવું જીવની અનાદિકાળની ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઊગે નહીં. નહીં તો તે પાછી ઊગી નીકળે છે; જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તો ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંઘન થાય છે?” “તે કેમ ટળે?’ એ વિચાર પ્રથમ કર્તવ્ય છે.” (વ.પૃ.૯૯૯) બોઘામૃત ભાગ-૧,૨ માંથી - મંત્ર તે સત્સાઘન છે. આરાધે તો બઘા બંઘન નાશ પામે નિયમ લીઘો હોય તો જીવતાં સુધી પાળવો, તેથી ઘણો લાભ થાય. હરતાં ફરતાં કે 269