________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન T: કી ગાડીમાં કે ગમે ત્યાં મંત્રમાં ચિત્ત રાખવું. જેને સાઘન મળ્યું છે તે ન વાપરે તો મૂખ ગણાય. જેને નથી મળ્યું તે તો શું કરે? જ્ઞાનીની આજ્ઞા મળી તો એની કે પાછળ મંડી પડવું. ઘર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા છે. દેહ તો ઘણી વખત મળ્યો ને મળશે, પણ ઘર્મ ન મળે. એવી દ્રઢતા આવે ત્યારે સમ્યગ્દર્શન થાય. ત્યાગમાં આનંદ છે એવો ગ્રહણમાં નથી. ત્યાગ કરીને આનંદ મેળવતા શીખવાનું છે.” -બો.૧ (પૃ.૪૫૧) સહુ સાઘન બંઘન થયા’ માટે સત્સાઇન શું કરવું તે જણાવે છે “અનંતકાળના અનંતભવમાં મનુષ્યભવ પણ મળ્યા, છૂટવાનાં સાઘન પણ કર્યા, પણ “સહુ સાઘન બંઘન થયાં.” ભૂલ રહી ગઈ છે તે મૂળમાર્ગમાં કહી છે - એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બં; ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ.” અનાદિના બંધ જવા માટે, જ્ઞાનદર્શનચારિત્રરૂપ મૂળમાર્ગ પામવા માટે, સદ્ગુરુનો ઉપદેશ પામવો જોઈએ. બોઘ પરિણામ નથી પામતો તેના બે કારણો છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંઘ. મોટામાં મોટો દોષ સ્વચ્છેદ છે, એ જાય તો પ્રતિબંઘ જાય છે. સંસારની વાસના રહી છે તેનું કારણ સ્વચ્છેદ છે. સ્વચ્છેદ સપુરુષથી ઓળખાય છે. જેને છૂટવું હોય તેને માટે રસ્તો છે.” -ઓ.૨ (પૃ.૪૪) આત્મજ્ઞાની પુરુષ વિના અનંતકાળનું પરિભ્રમણ કદી મટે નહીં “અનંતકાળથી પરિભ્રમણ થતાં છતાં તેની નિવૃત્તિ, જેણે આત્મા જામ્યો છે તેવા પુરુષ વિના ન થાય. જેણે આત્મા જામ્યો છે તેવા પુરુષને આશ્રયે જ છુટાય છે. આ વિષમ કાળ છે, હીનપુણ્યવાળા જીવો ઘણા છે. સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આ જીવે શું કર્યું અને શું નથી કર્યું? તે વિચારવાનું છે. આ મનુષ્યભવ મળ્યો છે તેમાં વખત નકામો ન જવા દેવો. (1) યોગ્યતા વધે તેવી વિચારણા કરવી. યોગ્યતા સત્સંગથી આવે છે. (2) કામભોગની ઇચ્છા રોકી, સ્વચ્છેદ રોકી વૈરાગ્યસહિત સત્સંગ કરે તો યોગ્યતા આવે. (3) યોગ્યતા માટે બ્રહ્મચર્ય અને સત્સંગ બળવાન સાધન છે. જ્ઞાનીની આજ્ઞા સિવાય બીજી ઇચ્છા કરવી નહીં. પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિ ન જવા માટે અને પાત્રતા આવવા માટે સત્સંગ કરવો. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન રાખવો. મોક્ષ સિવાય બીજી સંસારની ઇચ્છા ન રાખવી. જે કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી.” -બો.૨ (પૃ.૪૪) “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સક્રુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?" 18 અર્થ - “નિરંતર મનમાં પ્રભુ પ્રભુ એવી લગની લાગે ત્યારે મુમુક્ષતા તો શું, પણ મોક્ષેય પ્રગટ થાય. બનારસીદાસે લખ્યું છે કે-ભાલસો ભુવન વાસ, કાલ સો કુટુંબ કાજ.” એટલે જેને પ્રભુની લગની લાગી છે તેને પછી ગૃહસ્થાશ્રમ ભાલા જેવો લાગે છે, અને કુટુંબ કાર્ય કાળ જેવાં 270