________________ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ”..... પ્રભુ પાસે અંતરાયકર્મની પૂજા ભણાવીને પણ માગે તો મિથ્યાત્વ વૃઢ થાય. “પૂજ્યશ્રી–ભક્તિ કરે અને એમ ઇચ્છે કે મને ઘન મળો, નોકરી મળો, પુત્ર મળો. એવી ઇચ્છા ન કરવી. વીતરાગ ભગવાન પાસે આવવું શા માટે ? વીતરાગતા માટે. જન્મમરણ ઘટે એ માટે ભગવાન પાસે જવાનું છે. ભગવાન પાસે માગે તેથી કંઈ મળે નહીં. પૂણ્ય હોય તો મળે. ભગવાન પાસે જઈને માગવું એ અલૌકિક મિથ્યાત્વ છે. વીતરાગદેવ અલૌકિક છે. તેમની પાસે માગે તેથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. ભગવાન પાસે જઈને માગવું એ તીવ્ર લોભ છે. તેથી પાપ બંધાય છે. ભગવાન તો વીતરાગ છે. મહાવીરજી તીર્થક્ષેત્ર છે. ત્યાં લોકો જાય છે અને બાઘા રાખે છે કે મારે પુત્ર થશે તો હું છત્ર ચઢાવીશ, ઘન મળશે તો અમુક ચઢાવીશ. એને બદલે વીતરાગતાની માગણી કરવી. રોગ આવે કે ઘન ન મળે ત્યારે લોકો અંતરાય કર્મની પૂજા ભણાવે છે, એથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. (પછી પોતે જ પ્રશ્ન પૂછ્યો) ભગવાન પાસે સ્ત્રી, પુત્ર વગેરે ન માગવાં એમ કહ્યું તો એમાં આપણને શું શીખવા જેવું આવ્યું? મુમુક્ષુ–એવું આપણે ન માંગવું. પૂજ્યશ્રી–એને બદલે વીતરાગતાની માગણી કરવી.” -ધો.૧ (પૃ.૫૨૦) ક્રોઘમાં ક્ષમા રાખે તો છ માસના ઉપવાસનું ફળ થાય. “આત્માર્થી જીવ જે જે કરે તે આત્માને હિત થાય તેવું કરે, “આત્માર્થે કરે તો ઘર્મ થાય” એમ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પણ કહેતા હતા. વળી એમ પણ તેઓશ્રી કહેતા હતા કે કંઈ ઘનથી જ ઘર્મ થતો નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે, કષાય મંદ કરે, વિનય આદિથી સર્વને પ્રસન્ન રાખે, કોઈ ક્રોથમાં આવીને કંઈ અયોગ્ય બોલી ગયો હોય તે ભૂલી જાય અને ક્ષમા ઘારણ કરે તો છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સત્ અને શીલની તથા સપુરુષ પ્રત્યે શ્રદ્ધાની બહુ ભાર દઈને તે વાત કરતા હતા.” બો.૩ (પૃ.૧૩૮) કૂવાનું પાણી વપરાતું સારું, તેમ દાનમાં પૈસા વપરાતા સારા. બીજાને દુઃખી કરી પોતે દુઃખી થાય છે. બીજાને દુઃખ થાય એવું રડે તો તે પણ પાપનું કારણ છે. અશાતાવેદની બંઘાય છે. દાન છે તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. અદત્તાદાન એટલે આપ્યા વગર લેવું, તે ચોરી કહેવાય છે. અદત્તાદાનથી પાપ થાય છે. દાન કરે તો પુણ્ય થાય છે, મુનિને દાન કરે, શાસ્ત્રનું દાન, ઔષઘદાન, અભયદાન, આહારદાન એ બઘા પુણ્યનાં કારણો છે. પવિત્ર વસ્તુનું દાન દેવું. જેમાં પાપ થાય તેવું દાન દેવાયોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે..... કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી આપવાનું ય ન રહે.” -બો.૧ (પૃ.૫૯૧) 241