________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પરિગ્રહની પાપભાવનામાં મરણ થાય તો નરકગતિમાં જાય જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે. કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુઘા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે.” (વ.પૃ.૭૬) સમજીને મર્યાદા કરી હોય તો છૂટે “જો સમજીને મર્યાદા કરી હોય તો તે ન ઓળંગે. મનુષ્યભવ મોક્ષ માટે છે. વધારે કમાઈશ તો પણ કંઈ સાથે આવવાનું નથી. ગોવર્ધનરામનું દૃષ્ટાંત -‘સરસ્વતીચંદ્ર'ના લેખક શ્રી ગોવર્ધનરામે ચાલીસમા વર્ષે વકીલાત છોડવી એમ નક્કી કરેલું. ચાલીસમા વર્ષે વકીલાત જામી ત્યારે છોડી દીધી. મર્યાદાવાળાને કલ્પના વધે નહીં. મર્યાદા કરી હોય તો વધારેના સંકલ્પ વિકલ્પ અટકી જાય. જેમ લક્ષ્મી આદિનો લાભ થાય તેમ લોભ વધે. ઘર્મથી જાણે–સમજે કે આ ખોટું છે છતાં મૂકે નહીં. પરંતુ પરિગ્રહ કોઈ દિવસ સુખ આપે નહીં અને આત્માનું હિત થવા દે નહીં.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૬૩) બોઘામૃત ભાગ-૧,૩'માંથી : લોભને લઈને અનેક પ્રકારના પાપ કરી જીવ સંસાર વધારે છે “જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. એ લોભપ્રકૃતિ ચાહે તો ઘન, વિષયભોગ, દેવલોક કે લૌકિક દુઃખોથી છૂટવાના રૂપમાં હો, પણ તે છોડ્યા વિના આ ભવભ્રમણથી છુટાય તેવું નથીજી.” -બો.૩ (પૃ.૫૦૪) વિચારીને લોભ છોડે તો નવરો થાય અને સદ્વિચાર આવે “શરીરના રોગ જાદા અને આત્માના રોગ જુદા છે. જન્મમરણ એ આત્માના મુખ્ય રોગ છે. લોભ છે એ પણ રોગ છે. ઉપાય કર્યા વિના લોભ ન જાય. જ્ઞાનીએ એને ખોટો કહ્યો છે. પણ જીવને દર્દ લાગે તો દવા કરે. સંસાર દુઃખરૂપ લાગે તો છોડે. આખો સંસાર લોભને લઈને છે. ઇચ્છા છે એ જ લોભ છે. બઘાં દુઃખોનું મૂળ કારણ ઇચ્છા છે. હે જીવ ક્યા ઇચ્છત હવે, હૈ ઇચ્છા દુઃખમૂલ” દરદ સમજાય તો કાઢવાનો પુરુષાર્થ કરે અને મનમાં લાગે કે આ દરદ જાય તો ઠીક, દોષ છે એ જ મોટું દરદ છે. ઉપાય કરે તો જાય. વિચાર કરે તો ખબર પડે કે મને ક્યાં ક્યાં લોભ થાય છે? અને દુઃખરૂપ પણ લાગે લોભ જાય તો નવરો થાય અને સદ્વિચાર આવે.” -બો.૧ (પૃ.૧૮૧) 240